વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 39 ઓક્ટોબરે સરકારની મુખ્ય આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાની જાહેરાત કરી હતી. મોદીએ મંગળવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને હોસ્પિટલોમાં મફત સારવાર મળશે. તેમને ‘આયુષ્માન વય વંદના’ કાર્ડ આપવામાં આવશે. યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા વૃદ્ધ વ્યક્તિએ “આયુષ્માન વય વંદના કાર્ડ” મેળવવું પડશે.
આ યોજનાથી આશરે 4.5 કરોડ પરિવારોના અંદાજિત છ કરોડ નાગરિકોને ફાયદો થશે. ગરીબ, મધ્યમ વર્ગ કે અમીર દરેક વર્ગના 70 વર્ષ કે તેનાથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને મેડિકલ કાર્ડ મળશે અને તેઓ AB PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલોમાંથી કોઈપણમાં રૂ.5 લાખ સુધીની મફત સારવાર કરાવી શકશે.
વડાપ્રધાન મોદી રૂટિન રસીકરણની ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રી જાળવવા માટે વિકસાવવામાં આવેલા U-WIN પોર્ટલ પણ 29મીએ લોન્ચ કર્યું હતું. યુ-વિન પ્લેટફોર્મ કોવિડ-19 વેક્સિન મેનેજમેન્ટ સિસ્ટમ કો-વિન પ્લેનફોર્મ જેવું છે. સાર્વત્રિક રસીકરણ પોગ્રામ હેઠળ સગર્ભા સ્ત્રીઓ તેમજ જન્મથી લઈને 17 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રસીકરણનો કાયમી ડિજિટલ રેકોર્ડ રાખવા માટે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે.