પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પંજાબી અને હિન્દી પછી કેનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્સમાં ગુજરાતી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના ડેટા અનુસાર, 1980થી લગભગ 87,900 ગુજરાતી-ભાષી ઇમિગ્રન્ટ્સ કેનેડામાં સ્થાયી થયા છે. આમાંથી 26% ટકા ગુજરાતીઓ તો 2016 અને 2021ની વચ્ચે દેશમાં આવ્યા છે.

કેનેડાના લેટેસ્ટ આંકડા 1980ના દાયકાથી અત્યાર સુધીમાં પંજાબીઓ ભાષાકીય રીતે સૌથી મોટું જૂથ છે અને તેમની સંખ્યા 75,475 છે. જ્યારે હિંદી ભાષા બોલનારાઓની સંખ્યા 35,170 છે. ગુજરાતી ભાષા બોલતા હોય તેવા 22,935 ઈમિગ્રન્ટ કેનેડામાં વસે છે, જ્યારે મલયાલમ ભાષા બોલનારા લોકોની સંખ્યા 15440 અને બંગાળી ભાષા બોલનારા ભારતીયોની સંખ્યા 13,835 છે.

ડેટા દર્શાવે છે કે તમામ ભાષાકીય જૂથોમાં ગુજરાતી ઈમિગ્રન્ટ્સે બીજા નંબરે સૌથી વધુ ગ્રોથ નોંધાવ્યો છે અને તેમનો ગ્રોથ રેટ 26 ટકા રહ્યો છે. જ્યારે પંજાબી ભાષા બોલનારાઓની સંખ્યામાં 22 ટકાના દરે વધારો થયો છે. આ ગાળામાં હિંદી ભાષા બોલનારા લોકોની સંખ્યામાં 114 ટકાનો તોતિંગ વધારો થયો છે. કેનેડાના સ્ટેટિસ્ટિક્સમાં કચ્છી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે મોટા ભાગે કચ્છ અને મુંબઈમાં બોલવામાં આવે છે. પરંતુ કચ્છી બોલનારાઓની સંખ્યા ઘટી છે અને 460માંથી 370 થઈ ગઈ છે.

1991થી 2000 વચ્ચે કેનેડામાં ગુજરાતી ભાષા બોલતા ઈમિગ્રન્ટની સંખ્યા 13365 હતી જે ત્યાર પછીના દાયકામાં વધીને 29,620 થઈ હતી અને 2011થી 2021 વચ્ચે સંખ્યા 37,405 નોંધાઈ હતી.

LEAVE A REPLY