(PTI Photo)

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓક્ટોબરે અમરેલી જિલ્લાના દુધાળા ખાતે ભારત માતા સરોવર સહિત આશરે રૂ.4,800 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

વડોદરામાં ટાટા-એરબસ મિલિટરી એરફ્રાક્ટ ફેક્ટરીનું લોકાર્પણ કર્યા પછી વડાપ્રધાન મોદી અમરેલીના દુધાળા પહોંચ્યા હતા. અહીં વિવિધ પ્રોજેક્ટ્સને લોન્ચ કર્યા પછી જાહેર સભાને સંબોધિત કરી હતી.

તેઓએ સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓને રૂ.4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. જેનો લાભ અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓને મળશે.

અમેલીના લાઠીમાં તાલુકામાં આવેલ દૂધાળા ગામમાં આ સરોવરનું લોકાર્પણ દરમિયાન ગુજરાત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ભારત માતા સરોવરને રૂ.35 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY