પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદમાં રવિવાર, 27 ઓક્ટોબરે કાપડની ફેક્ટરીમાં ઝેરી ગેસ લીકેજ થતાં બે કામદારોના મોત થયા હતા અને સાતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, શહેરના નારોલ ઔદ્યોગિક વિસ્તારમાં દેવી સિન્થેટીક્સમાં આ ઘટના બની હતી.

અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે ફેક્ટરીમાં સ્પેન્ડ એસિડને ટાંકીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યો હતો ત્યારે લીક થતા ઝેરી ધૂમાડા નવ કામદારોના શ્વાસ ગયો હતો. પોલીસને સવારે 10.30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે નારોલમાં એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે 9 લોકોને અસર થઈ હતી અને તેમને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બે મૃત્યુ પામ્યા હતા” સાત કામદારો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર હતી અને તેમને આઈસીયુમાં સારવાર ચાલુ કરાઈ હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિન્ટિંગ અને ડાઈંગ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા સ્પેન્ડ એસિડને ટાંકીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું હતું જ્યારે નજીકના કામદારોને અસર થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે પોલીસ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), ઔદ્યોગિક સુરક્ષા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓની એક ટીમ સ્થળ પર પહોંચી અને ચોક્કસ કારણની તપાસ શરૂ કરી હતી.

LEAVE A REPLY