એર ઈન્ડિયાના કનિષ્ક બોમ્બ વિસ્ફોટ કેસમાં શકમંદ રિપુદમન સિંઘ મલિકના બે હત્યારા તાજેતરમાં કેનેડાની કોર્ટમાં દોષિત ઠર્યા હતા, તેમને 31 ઓક્ટોબરે સજા જાહેર કરાશે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રીપોર્ટ મુજબ, બ્રિટિશ કોલંબિયામાં ન્યૂ વેસ્ટમિન્સ્ટરની કોર્ટે બે હત્યારા- ટેનર ફોક્સ અને જોસ લોપેઝની “દોષિત હોવાની અરજીઓ” સ્વીકારી હતી. તેમણે બ્રિટિશ કોલંબિયાના સરેમાં 14 જુલાઈ, 2022ના રોજ મલિકની ગોળી મારીને હત્યા કરી હતી. 1985માં એર ઈન્ડિયામાં બોમ્બ વિસ્ફોટ કેસમાં મલિક મુખ્ય આરોપી હતો જેમાં 331 લોકોના મોત થયા હતા. પછી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે બંને દોષિતો- ફોક્સ અને લોપેઝને સજા માટે 31 ઓક્ટોબરે હાજર થવા જણાવ્યું છે.
હત્યા પાછળનો ઉદ્દેશ્ય હજુ અસ્પષ્ટ છે. એવો આરોપ કરવામાં આવ્યો હતો કે, કેનેડામાં ગુરુ ગ્રંથ સાહિબની નકલો છાપવાને મુદ્દે ખાલિસ્તાની નેતા હરદીપ સિંઘ નિજ્જર સાથે મલિકને ઝઘડો થયો હતો. તેના એક વર્ષ પછી સરેમાં બંદૂકધારીઓ દ્વારા નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાની પોલીસ બંને હત્યાઓના કેસને જોડી રહી છે, પરંતુ કોઈ નક્કર પુરાવા જાહેર કર્યા નથી.

LEAVE A REPLY