China Daily via REUTERS

રશિયામાં બ્રિક્સ સમિટ દરમિયાન બુધવારે, 23 ઓક્ટોબરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે 2019 પછી પ્રથમ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. લદ્દાખમાં બંને દેશોના લશ્કરી દળો વચ્ચેના લોહિયાળ સંધર્ષ પછી બંને દેશોના સંબંધોને ફટકો પડ્યો હતો.

અગાઉ બંને દેશો વચ્ચે સરહદ પર મિલિટરી પેટ્રોલિંગ અંગેની સમજૂતી થઈ હતી. બંને દેશો વચ્ચે રાજદ્રારી અને મિલિટરી મંત્રણામાં સીમા પર મે 2020 પહેલાની સ્થિતિ યથાવત રાખવાની સમજૂતી પછી બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે આ બેઠક યોજાઈ હોવાથી બંને દેશો વચ્ચે તંગદિલીમાં ઘટાડો થવાની ધારણા છે. મે 2020માં લદ્દાખના ગલવાન વેલીમાં બંને દેશોની મિલિટરી આમને સામને આવી ગઈ હતી અને બંને દેશોએ સરહદ પર મોટાભાગે મિલિટરી તૈનાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “અમે 5 વર્ષ પછી ઔપચારિક બેઠક કરી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે ભારત-ચીન સંબંધ ફક્ત આપણા લોકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે સરહદ પર છેલ્લાં ચાર વર્ષથી ઊભા થયેલા મુદ્દા પર સર્વસંમતિને આવકારીએ છીએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર સન્માન અને પરસ્પર સંવેદનશીલતા આપણા સંબંધોનો આધાર રહેવો જોઈએ.”

ચીનના પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી, અહીં કઝાનમાં તમને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. અમારા માટે પાંચ વર્ષમાં આ પ્રથમ ઔપચારિક (દ્વિપક્ષીય) બેઠક છે. આપણા બંને દેશોના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાય બંને આ બેઠકો પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. ચીન અને ભારત બંને પ્રાચીન સંસ્કૃતિઓ, મોટા વિકાસશીલ દેશો અને ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ સભ્યો છે. આપણે બંને આધુનિકીકરણના પ્રયાસોમાં નિર્ણાયક તબક્કામાં છીએ. બંને પક્ષો માટે વધુ વાતચીત અને સહકાર હોવો મહત્ત્વપૂર્ણ છે. આપણે મતભેદોનો યોગ્ય રીતે ઉકેલ લાવવા અને વિકાસની આકાંક્ષાઓને આગળ ધપાવવા માટે એકબીજાને સુવિધા આપવી મહત્વપૂર્ણ છે. બંને પક્ષો માટે આપણી આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવવી, વિકાસશીલ દેશોની તાકાત અને એકતા વધારવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરવું તથા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બહુધ્રુવીકરણ અને લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપવું પણ મહત્વપૂર્ણ છે.
2020ની ગલવાન અથડામણથી નવેમ્બર 2022માં ઈન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટ અને ઓગસ્ટ 2023માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS સમિટ દરમિયાન પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે કેટલીક સંક્ષિપ્ત વાતચીત થઈ હતી. જોકે તે દ્વિપક્ષીય બેઠકો ન હતી.

 

LEAVE A REPLY