કેનેડાના હેલિફેક્સ શહેરમાં વોલમાર્ટ સ્ટોરના બેકરી ડિપાર્ટમેન્ટના વોક-ઇન ઓવનમાં 19 વર્ષીય શીખ મહિલા મૃત હાલતમાં મળી આવી હતી, એમ 23 ઓક્ટોબરે મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું.
હેલિફેક્સ પ્રાદેશિક પોલીસ (HRP)એ જણાવ્યું હતું કે તેઓને શનિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ 6990 મમફોર્ડ રોડ ખાતે વોલમાર્ટમાંથી એક કોલ આવ્યો હતો. આ મહિલાની ઓળખ થઈ ન હતી અને તે સ્ટોરમાં નોકરી કરતી હતી. તેનો મૃતદેહ વોક-ઇન ઓવનમાંથી મળ્યા હતો.
મેરીટાઇમ શીખ સોસાયટીએ સીટીવી ન્યૂઝને પુષ્ટિ આપી કે તે શીખ સમુદાયની સભ્ય હતી.નોવા સ્કોટીયાના તબીબી પરીક્ષક મૃત્યુનું કારણ નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે, અને પ્રાંતનો આરોગ્ય અને સલામતી વિભાગ તપાસમાં ભાગ લઈ રહ્યો છે.વોક-ઇન ઓવન, જેને કેબિનેટ અથવા બેચ ઓવન તરીકે પણ ઓળખવામાં આવે છે