પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં આશરે 58.2 ટકાથી વધુ આરોગ્યસંભાળ કર્મચારીઓ તેમના કાર્યસ્થળ પર અસુરક્ષિત હોવાની લાગણી અનુભવે છે. મોટાભાગના કર્મચારીઓએ ભારતભરની આરોગ્ય સંસ્થાઓમાં હાલના સુરક્ષા પગલાં પ્રત્યે “ઊંડો અસંતોષ” પણ વ્યક્ત કર્યો હતો, એમ એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ અભ્યાસમાં ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં

સલામતી અને સુરક્ષાના પગલાંમાં તાકીદે સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ (VMMC), સફદરજંગ હોસ્પિટલ અને AIIMS, નવી દિલ્હીના નિષ્ણાતોની આગેવાની હેઠળ કરાયેલા આ અભ્યાસમાં ભારતના આરોગ્યસંભાળ માળખામાં નોંધપાત્ર ત્રુટીઓને હાઇલાઇટ કરાઈ છે. ‘વર્કપ્લેસ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઇન ઇન્ડિયન હેલ્થકેર સેટિંગ્સ: એ ક્રોસ-સેક્શનલ સર્વે’ નામનો આ અભ્યાસ તાજેતરમાં ‘એપિડેમિઓલોજી ઇન્ટરનેશનલ’ નામના જર્નલના તાજેતરના અંકમાં પ્રકાશિત થયો હતો.

આ ક્રોસ-સેક્શનલ સર્વેમાં દેશભરની વિવિધ મેડિકલ ઇન્સ્ટીટ્યૂટના આશરે 1,566 આરોગ્ય કર્મચારીઓને આવરી લેવામાં આવ્યાં હતા. તેમાં ઓનલાઇન પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. તેમાં વર્કપ્લેસ સેફ્ટી સહિતના પાસાંને આવરી લેવાયા હતા.

આ સર્વે 869 મહિલા (55.5 ટકા) અને 697 પુરુષો (44.5 ટકા)એ ભાગ લીધો હતો. લગભગ એક ચતુર્થાંશ (24.7 ટકા) હેલ્થકેર વર્કર દિલ્હીના હતાં અને તેમાંથી લગભગ અડધા રેસિડેન્ટ ડોકટરો (49.6 ટકા) હતા. તેમાં ઈન્ટર્ન (15.9 ટકા) સહિત અંડરગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો. ફેકલ્ટી સભ્યો, તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સહાયક સ્ટાફ તરફથી પણ પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા.

અભ્યાસના સહ- લેખક ડો. જુગલ કિશોરે જણાવ્યું હતું કે સર્વેમાં બહાર આવ્યું છે કે અડધાથી વધુ (58.2 ટકા) આરોગ્યસંભાળ કાર્યકરો કાર્યસ્થળ પર અસુરક્ષિત હોવાની લાગણી અનુભવે છે અને 78.4 ટકાને ફરજ પર ધમકી આપવામાં આવી હતી. લાંબા સમય સુધી અથવા રાત્રે કામ કરતી વખતે લગભગ અડધા આરોગ્યસંભાળ કાર્યકરોને વિશેષ ડ્યુટી રૂમની સુવિધા મળતી નથી. વર્તમાન ડ્યુટી રૂમ નિયમિત સફાઈ, પેસ્ટ કંટ્રોલ, વેન્ટિલેશન, રૂમની જગ્યા અને એર કન્ડીશનીંગ જેવી મૂળભૂત સુવિધાઓ અને સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી.

સર્વેમાં જણાવ્યા અનુસાર આશરે 70 ટકા કર્મચારીઓ સુરક્ષા જવાનો બિનઅસરકારક છે અને 62 ટકાએ જણાવ્યું હતું કે ઇમર્જન્સી એલાર્મ સિસ્ટમ પણ પૂરતી નથી. લગભગ અડધા લોકોએ ICU અને મનોચિકિત્સક વોર્ડ જેવા ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં એક્સેસ કંટ્રોલ, સર્વેલન્સ અને સુરક્ષામાં ગંભીર ગાબડાં હોવાની ફરિયાદ કરી હતી. 90 ટકાથી વધુ સંસ્થાઓમાં શસ્ત્રો અથવા ખતરનાક વસ્તુઓ માટે યોગ્ય તપાસનો અભાવ છે. આરોગ્ય કર્મચારીઓમાંએ ખાનગી કરતાં સરકારી મેડિકલ કોલેજમાં સૌથી વધુ અસંતોષ દર્શાવ્યો હતો.

LEAVE A REPLY