India China support peaceful talks in Ukraine Putin
ફાઇલ ફોટો REUTERS/Adnan Abidi

બ્રિક્સ દેશોની સમિટ પહેલા રશિયાએ યુએન સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપતા રવિવાર, 20 ઓક્ટોબરે જણાવ્યું હતું કે વૈશ્વિક બહુમતીનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે ભારત, બ્રાઝિલ અને આફ્રિકન દેશોને UN સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી ધોરણે પ્રતિનિધિત્વ આપવું જોઈએ.

રશિયાની સરકારી સમાચાર એજન્સીના રીપોર્ટ મુજબ રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારત, બ્રાઝિલ જેવા દેશો તેમજ આફ્રિકાના પ્રતિનિધિઓ સુરક્ષા પરિષદમાં લાંબા સમય સુધી કાયમી ધોરણે હોવા જોઈએ. તેનાથી વૈશ્વિક બહુમતીનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાશે.

ભારત ઘણા વર્ષોથી યુએનની સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ માટેના પ્રયાસો કરી રહ્યું છે. ભારત માને છે કે સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારા કરવા જોઇએ તેમજ તેના કાયમી અને બિનકાયમી સભ્યોની સંખ્યામાં વધારો કરવો જોઇએ, કારણ કે છેક 1945માં સ્થપાયેલી 15 સભ્યોની સિક્યોરિટી કાઉન્સિલ 21મી સદી અને સમકાલીન ભૌગોલિક-રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી.

ગયા મહિને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરે અને ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને પણ યુએનની સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતના કાયમી સભ્યપદની દાવેદારીને સમર્થન આપ્યું હતું. ભારત છેલ્લે 2021-22માં બિનકાયમી સભ્યો તરીકે યુએન સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં સામેલ થયું હતું.
હાલમાં યુએનએસસીમાં પાંચ કાયમી સભ્યો અને 10 અસ્થાયી સભ્ય દેશોનો સમાવેશ થાય છે. પાંચ કાયમી સભ્યો રશિયા, યુકે, ચીન, ફ્રાન્સ અને અમેરિકા છે, જે કોઈપણ ઠરાવ સામે વીટો વાપરવાની સત્તા ધરાવે છે.

 

 

LEAVE A REPLY