પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામમાં શનિવારે સાંજે વીજળી પડતા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતાં. આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી. રાજ્યમાં વીજળી પડવાથી એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ કુલ સાત મોત થયા હતાં.

કેટલાક ખેત મજૂરો અને તેમના બાળકો ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડી હતી. પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. આ વિસ્તારમાં દિવસ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. મૃતકોની ઓળખ ભારતીબેન સંથાલિયા (35), શિલ્પા સંથાલિયા (18), રૂપાલી વનોડિયા (8), રિદ્ધિ (5) અને રાધે (5) તરીકે થઈ છે.

અમરેલીના લાઠી, રાજકોટના ઉપલેટા અને બોટાદના ગઢડામાં વીજળી પડતાં આજે એક જ દિવસમાં 7 લોકોનાં દર્દનાક મોત થયા હતાં. આંબરડીમાં 5, સેવંત્રામાં 1 અને પડવદર ગામમાં એકનું મોત થયું હતું. રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 12 લોકોને વીજળી ભરખી ગઈ હતી.

LEAVE A REPLY