(ANI Photo)

મોબાઇલ એપ ‘HPZ ટોકન’ જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ગૌહાટી શાખાએ ગુરુવારે અભિનેત્રી તમન્ના ભાટિયાની પૂછપરછ કરી હતી. આ મોબાઇલ એપ પર બિટકોઈન્સ અને કેટલીક અન્ય ક્રિપ્ટોકરન્સીના માઈનિંગના બહાને ઘણા રોકાણકારોને કથિત રીતે છેતરવામાં આવ્યા હતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે 34 વર્ષીય અભિનેત્રીનું નિવેદન તેની ઝોનલ ઓફિસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યું હતું. તમન્ના ભાટિયાને એપ કંપનીની એક ઈવેન્ટમાં “સેલિબ્રિટી એપીરિયન્સ” માટે કથિત રીતે કેટલાક નાણા મેળવ્યા હતા અને તેની સામે કોઈ “ગુનાહિત” આરોપો નથી. તમને અગાઉ પણ બોલાવવામાં આવી હતી પરંતુ કામના કારણે સમન્સ મોકૂફ રાખ્યું હતું અને ગુરુવારે હાજર થવાનું પસંદ કર્યું હતું.

ED દ્વારા માર્ચમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કુલ 299 એન્ટિટીઝના નામ છે, જેમાં 76 ચાઇનીઝ-નિયંત્રિત એન્ટિટીનો સમાવેશ થાય છે જેમાં 10 ડિરેક્ટર્સ ચીની મૂળના છે જ્યારે બે એન્ટિટી અન્ય વિદેશી નાગરિકો દ્વારા નિયંત્રિત છે.

LEAVE A REPLY