પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં ઘણા સમયથી લોરેન્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગ કુખ્યાત બની છે. તાજેતરમાં મુંબઈમાં એનસીપી નેતા અને બોલિવૂડ કનેક્શન માટે જાણીતા બાબા સિદ્દીકીની હત્યા પાછળ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું માનવામાં આવે છે. આ ગેંગ દેશભરમાં ઘણા ગુનાઓને અંજામ આપી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ હવે દાઉદ ઈબ્રાહીમ ગેંગની જેમ મોટી બની રહી છે અને મુંબઈમાં બોલિવૂડમાં ધાક જમાવવા માગતી હોવાનું માનવામાં આવે છે.

ભારતની એન્ટી ટેરર એજન્સી એનઆઈએ ગેંગસ્ટર લોરન્સ બિશ્નોઈ અને તેની ગેંગ વિરૂદ્ધ સતત કાર્યવાહી કરી કરી રહી છે. આ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એક ચાર્જશીટમાં જણાવ્યું હતું કે  લોરેન્સ બિશ્નોઈ અને તેનું આતંકી સિન્ડિકેટ ઝડપથી વિસ્તરી રહ્યું છે. તે ઘણા પ્રકારની ગુનેખોરીમાં સામેલ છે. આ ગેંગમાં 700 શૂટર્સ છે. જેમાંથી 300 તો માત્ર પંજાબમાં જ છે. પોતાની ગેંગના પ્રચાર કરવા માટે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુકની મદદ લીધી છે. હવે 2020-2021માં ગેંગે ખંડણીના નામે ઘણા રૂપિયાની વસૂલાત કરી હતી. આ પૈસા હવાલાના માધ્યમથી વિદેશમાં પહોંચડવામાં આવ્યા છે.

બિશ્નોઈ ગેંગનું સામ્રાજ્ય પહેલા માત્ર પંજાબ સુધી જ સિમિત હતું પરંતુ ધીરે-ધીરે તેમણે તેને વિસ્તારવાનું શરૂ કરી દીધુ. તેને પોતાના ચાલાક દિમાગથી પોતાની નજીકના ગોલ્ડી બરાડ સાથે હાથ મિલાવ્યા છે અને એક મોટી ગેંગ ઉભી કરી છે. હવે બિશ્નોઈ ગેંગ માત્ર પંજાબ જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ સુધી ફેલાવી દીધુ છે. તેની પકડ વિદેશ સુધી પણ પહોંચી ગઈ છે.

31 વર્ષીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ 1998માં સલમાન ખાનને ધમકી આપવા બદલ લાઇમલાઇટમાં આવ્યો હતો. જેલમાં બંધ હોવા છતાં, બિશ્નોઈએ કથિત રીતે 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા, 2023માં કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડી સહિત અનેક હાઈ-પ્રોફાઈલ લોકોની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે. આ ગેંગ કેનેડામાં ગાયકો એ પી ધિલ્લોન અને ગિપ્પી ગાર્વાલના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું.આ ગેંગે સપ્ટેમ્બર 2023માં ખાલિસ્તાન તરફી સુખા દુનેકેની હત્યાની જવાબદારી પણ સ્વીકારી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બિશ્નોઈ અને સલમાન વચ્ચેની દુશ્મનાવટ પહેલીવાર 2018માં સાર્વજનિક થઈ હતી જ્યારે બિશ્નોઈએ જોધપુરમાં કોર્ટમાં હાજરી દરમિયાન કહ્યું હતું કે, “અમે સલમાન ખાનને મારી નાખીશું. એકવાર અમે કાર્યવાહી કરીશું તો બધાને ખબર પડશે. મેં અત્યાર સુધી કંઈ કર્યું નથી, તેઓ કોઈ કારણ વગર મારા પર ગુનાનો આરોપ લગાવી રહ્યા છે.

દિલ્હી પોલીસના રેકોર્ડ મુજબ, બિશ્નોઈએ પોતે ક્યારેય કોઈની હત્યા કરી નથી છતાં તે સૌથી ભયંકર ગેંગસ્ટરોમાંનો એક બની ગયો છે, જે ગુજરાતની જેલમાંથી ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકર જેવી જ મોડસ ઓપરેન્ડી સાથે ગેંગ ચલાવે છે.

 

LEAVE A REPLY