(ANI Photo)

ગુજરાતમાં ચોમાસુ પુરું થયા પછી પણ વરસાદ ચાલુ રહ્યો હતો. રવિવાર અને સોમવારે રાજ્યના 131 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ ઝાપટા પડ્યા હતા. છેલ્લાં બે દિવસમાં સુરત, ડાંગ, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડ્યો હતો, જયારે બીજા જિલ્લામાં હળવા ઝાપટા પડ્યા હતા. ભારતીય હવામાન વિભાગે 15 ઓક્ટોબર સવારે 8 વાગ્યા સુધી સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી હતી.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં 15મી ઓક્ટોબરના રોજ સવારે 8:30 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદમાં એસજી હાઇવે, પ્રહલાદ નગર, આનંદ નગર, વેજલપુર, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારો વરસાદી ઝાપટાં પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અમરેલી, સાવરકુંડલામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાબકતાં ખેતીના પાકને નુકસાન થયું હતું. આની સાથે ગુજરાતમાં સિઝનનો વરસાદ હવે વધીને 140 ટકા થયો હતો.

રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ હતી. 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ હતી.

LEAVE A REPLY