PTI PHOTO

મહેસાણા જિલ્લાના કડી શહેર નજીક સ્ટેનલેસ સ્ટીલ ફેક્ટરીના બાંધકામ દરમિયાન ભેખડ ધસી પડતાં બે મહિલાઓ સહિત નવ મજૂરોના મોત થયા હતાં અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

કડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જાસલપુર ગામમાં આ ઘટના બની હતી. મજૂરો ટાંકી માટે 16 ફૂટ ઊંડો ખાડો ખોદી રહ્યાં હતા ત્યારે અચાનક ભેખડ ધસી પડી હતી. ફાયર બ્રિગેડ, પોલીસ અને મજૂરોની ટીમો સાથે લગભગ બે કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઢગલામાંથી નવ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં. એક વ્યક્તિને બચાવી લેવામાં આવી હતી. મોટાભાગના મૃતકો દાહોદના હતો, જ્યારે ત્રણ લોકો રાજસ્થાનના હતો. તેઓ 20-30 વય જૂથના હતા. તેઓ સ્ટીલિનૉક્સ સ્ટેનલેસ પ્રાઇવેટ લિમિટેડની સાઇટ પર બાંધકામના કામમાં રોકાયેલા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટના “અત્યંત દુઃખદ” ગણાવીને શોક વ્યક્ત કર્યો હતો.

 

LEAVE A REPLY