આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન દશેરા-વિજ્યા દશમીના તહેવારે શસ્ત્રપૂજનની ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી પરંપરા રહેલી છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે આ પરંપરા અનુસાર ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન નિવાસના પ્રાંગણમાં પોતાના સુરક્ષા-સલામતી રક્ષકોના શસ્ત્રોનું પૂજન શાસ્ત્રોક્ત વિધિથી કર્યું હતું. તેમણે સુરક્ષા કર્મીઓને વિજયાદશમી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી. તેમણે સુરક્ષા કર્મીઓને પ્રેરણા આપતા ફરજ, કર્તવ્યભાવના સાથે કર્મબંધન જોડાયેલું છે તેની વિસ્તૃત સમજ આપી હતી.
તેમણે કહ્યું હતું કે, રક્ષા-સુરક્ષાનું દાયિત્વ નિભાવવા સાથો સાથ સંવેદના,કરુણા અને સતક્રમો થકી મોક્ષ પ્રાપ્તિનો વિચાર પણ રાખીને કર્તવ્યરત રહીએ તે જ સાચો કર્મયોગ અને ફરજનિષ્ઠા ભાવના છે. મુખ્ય પ્રધાન નિવાસસ્થાને વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજનની આ પ્રણાલી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળમાં શરૂ કરાવી હતી.

LEAVE A REPLY