, October 10, 2024. REUTERS/Marco Bello

અમેરિકાના ફ્લોરિડાના પ્રશ્ચિમ દરિયાકાંઠે બુધવાર રાત્રે ત્રાટકેલા મિલ્ટન નામના વાવાઝોડાનો મૃત્યુઆંક શુક્રવારે વધીને ઓછામાં ઓછો 16 થયો હતો અને ભારે વિનાશ વેરાયો હતો. આ વાવાઝોડાને કારણે વીમા કંપનીઓને ઓછામાં ઓછા 100 બિલિયનનો ખર્ચ થવાની ધારણા છે. વ્હાઇટ હાઉસે સરકારી સમર્થનનું વચન આપ્યું હતું. ગુરુવારે મોડી રાત્રે ફ્લોરિડામાં લગભગ 2.75 મિલિયન ઘરો અને વ્યવસાયોમાં વીજળી ગુલ થઈ હતી.

સેન્ટ લ્યુસી કાઉન્ટીમાં ટોર્નેડોને ઘણા લોકો માર્યા ગયાં હતાં, જેમાં સ્પેનિશ લેક્સ સમુદાયોમાં ઓછામાં ઓછા બેનો સમાવેશ થાય છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે ગુરુવારે ચેતવણી આપી હતી કે રાજ્યએ “સૌથી ખરાબ પરિસ્થિતિ” ટાળી હોવા છતાં, નુકસાન હજી પણ નોંધપાત્ર હતું.

કેટેગરી 5ના તોફાનથી નબળું પડ્યા પછી મિલ્ટન બુધવારે મોડી રાત્રે ફ્લોરિડામાં કેટેગરી 3 ના તોફાન તરીકે ત્રાટક્યું હતું. મિલ્ટને અમેરિકાના ફ્લોરિડામાં ભારે તારાજી સર્જી હતી. ગુરુવારે હરિકને એટલાન્ટિક મહાસાગરમાં સમાઇ ગયું હતું. જોકે, એ પહેલાં તેણે ભારે વિનાશ સર્જ્યો હતો. ટેમ્પાને હરિકેનની સીધી અસર થઈ હતી. તોફાનને કારણે કેટલાક ભાગોમાં ૧૮ ઇંચ વરસાદ થયો હતો. ગવર્નર રોન ડિસેન્ટિસે જણાવ્યું હતું કે, “તોફાનની સૌથી વિનાશક અસર સારાસોટા શહેર પર થઈ હતી. દિવસ પસાર થતાની સાથે હરિકેને નોતરેલા વિનાશની વ્યાપક માહિતી મળશે. તોફાન ભયાનક હતું, પણ તે ધારણા જેટલું ઘાતક ન હતું.”

અધિકારીઓના જણાવ્યા અનુસાર ફ્લોરિડાના હિલ્સબરો, પિનેલાસ, સારાસોટા અને લી સહિતના વિસ્તારોને ભારે અસર થઈ હતી. અહીંના લોકોને ઘરમાં રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. ઉપરાંત, વીજકાપ, માર્ગ પર વૃક્ષો ધરાશાયી થવા, પુલ બ્લોક થવા અને પૂર અંગે પણ લોકોને સાવચેત કરાયા હતા.

સેન્ટ પીટર્સબર્ગના રહીશોને ઘરના નળમાં પાણી મળ્યું ન હતું. પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જવાથી સેવાઓ ખોરવાઇ હતી. મેયર કેન વેલ્ચે લોકોને લાંબા સમય સુધી વીજકાપ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. ટેમ્પામાં ઘણા સ્થળે ભારે વરસાદ થયો હતો. બુધવારે સવારે હરિકેન મિલ્ટનના ‘લેન્ડફોલ’ પહેલાં ભારે વરસાદ અને તોફાનથી દક્ષિણ ફ્લોરિડામાં તારાજી સર્જાઈ હતી. ફ્લોરિડાના એટલાન્ટિક કિનારે આવેલા સ્પેનિશ લેક્સ કાઉન્ટી ક્લબને ભારે નુકસાન થયું હતું. અનેક સ્થળોએ 28 ફુટ ઊંચા મોજા ઉઠ્યા હતા.

LEAVE A REPLY