(ANI Photo)

પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કેદારનાથ મંદિરના દરવાજા 3 નવેમ્બર, ભાઈબીજના દિવસે સવારે 8.30 વાગ્યે ભક્તો માટે બંધ કરાશે. વર્ષો જૂની પરંપરા અનુસાર કેદારનાથ મંદિર ઠંડીની મોસમમાં બરફથી ઢંકાઈ જતું હોવાથી દરવાજા બંધ થયા પછી બાબા કેદારનાથ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મઠ મંદિર માટે રવાના થાય છે.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય પ્રસાદ થાપલિયાલે આ અંગે આપતા જણાવ્યું હતું કે દરવાજા બંધ થયા બાદ ભગવાન કેદારનાથની ચાલતી શોભાયાત્રા તેના શિયાળુ વિશ્રામ સ્થાન તરફ આગળ વધશે.

કેદારનાથના દરવાજા બંધ થયા બાદ ભક્તો ભગવાન કેદારનાથની ચાલતી પાલખીને ખભા પર લઈને આગળ વધશે. એ જ દિવસે રામપુરમાં રાત્રિ આરામ થશે. ત્યારબાદ 4 નવેમ્બરે ડોલી રામપુરથી ઉપડશે અને ફાટા અને નારાયણ કોટી થઈને ગુપ્તકાશી પહોંચશે. ત્યારપછી રાત્રી આરામ અહીં જ કરવામાં આવશે.

5મી નવેમ્બરે સવારે ભક્તો ચલ-વિગ્રહ ડોળી લઈને આગળ વધશે. આ પછી ચલ-વિગ્રહ ડોલી તેના શિયાળુ વિશ્રામ સ્થાન શ્રી ઓમકારેશ્વર મંદિર (ઉખીમઠ) પહોંચશે. જ્યાં પરંપરાગત પૂજા સાથે ભગવાન કેદારનાથની પાલખીને ગદ્દી સ્થળ પર બિરાજમાન કરવામાં આવશે.

કેદારનાથ મંદિર ઠંડીની મોસમમાં બરફથી ઢંકાઈ જાય છે અને તેથી ઉખીમઠમાં ભગવાન કેદારનાથની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે આ અવસરે ભગવાન કેદારનાથની ડોળી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે અને ઉખીમઠ ખાતે વિશેષ પ્રાર્થનામાં ભાગ લે છે.

LEAVE A REPLY