Lord Gadhia

2016થી હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય તરીકે સેવા આપતા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર લોર્ડ ગઢિયાએ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં આપેલા ભાષણમાં આગામી ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અને બજેટ પહેલા દેશના વર્તમાન રોકાણ લેન્ડસ્કેપને સંબોધિત કરી એફડીઆઈના મહત્વ અને મુખ્ય પડકારો પર પ્રકાશ પાડ્યો હતો.

લોર્ડ ગઢિયાએ યુકેમાં એફડીઆઈને અસર કરતા ત્રણ મુખ્ય પડકારોની ઓળખ કરી હતી. ચર્ચાને સુરક્ષિત કરવા માટે લોર્ડ હેરિંગ્ટનની પ્રશંસા કરતા, લોર્ડ ગઢિયાએ હેરિંગ્ટન રિવ્યુની ભલામણોનો સંદર્ભ આપી તેમને “રોકાણને પુનર્જીવિત કરવા માટે જરૂરી સ્વચ્છતા પગલાં” તરીકે વર્ણવ્યા હતા.

તેમણે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજીક કાઉન્સિલની પુનઃસ્થાપનની જરૂરિયાત પર પ્રકાશ પાડતા આશા વ્યક્ત કરી હતી કે વર્તમાન સરકાર આ એજન્ડાને સંપૂર્ણ રીતે અપનાવશે. રોકાણકારોનો વિશ્વાસ જાળવવા માટે અનુમાનિતતા, નિશ્ચિતતા અને સુસંગતતા મુખ્ય પરિબળો છે.

લોર્ડ ગઢિયાએ કહ્યું હતું કે ‘’FDI પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2016-17થી, અમે FDI પ્રોજેક્ટ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો જોયો છે અને રિન્યુએબલ્સમાં ગ્રીનફિલ્ડ રોકાણો, ખાસ કરીને ઑફશોર પવન વિના પરિસ્થિતિ વધુ ખરાબ થશે.  તેમણે કર વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે નોન-ડોમ ટેક્સ પ્રણાલીમાં ફેરફારથી હાઇ નેટ-વર્થ વ્યક્તિઓને યુકેમાં રોકાણ કરવાથી નિરાશ થઈ શકે છે.’’

લોર્ડ ગઢીયાએ ચેતવણી આપી હતી કે કેપિટલ ગેઇન્સ ટેક્સ સિસ્ટમમાં આવનારા ફેરફારો એફડીઆઈને વધુ નુકસાન પહોંચાડી શકે છે. સેન્ટિમેન્ટ નાના પરિબળોથી પણ પ્રભાવિત થાય છે, જેમ કે આયોજનમાં વિલંબ અને ગ્રીડ કનેક્શન. તેમણે આવનારા રોકાણકારો માટે અનુભવો સુધારવાનું પણ સૂચન કર્યું હતું.

LEAVE A REPLY