(ANI Photo)

હરિયાણમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)એ હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો હતો.

આપના પ્રવક્તા પ્રિયંકા કક્કડે બુધવારે જણાવ્યું  કે અમે અતિ-આત્મવિશ્વાસુ કોંગ્રેસ અને અહંકારી ભાજપ સામે લડવા માટે સમક્ષ છીએ. છેલ્લા 10 વર્ષોથી દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ પાસે એક પણ બેઠક નથી. છતાંય આમ આદમી પાર્ટી(આપ)એ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ સીટ આપી હતી. તેમ છતાં કોંગ્રેસે હરિયાણામાં સહયોગીઓને સાથે નહીં લેવાનું જરુરી સમજ્યું  હતું. હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનની પાર્ટીઓને ગંભીરતાથી લીધી નહીં અને ગઠબંધન કર્યું નહીં. છેવટે કોંગ્રેસે પોતાાન ઓવર કોન્ફિડેન્સના કારણે હારનો સામનો કરવો પડ્યો છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપમાં ગઠબંધન થઈ શક્યું નહીં. આપે 9 સીટ માંગી હતી, આ પ્રસ્તાવ કોંગ્રેસે ફગાવી દેતા આપ રાજયની 90 સીટોમાંથી 89 પર ચૂંટણી લડી હતી. જોકે, આપ ને એક પણ સીટ મળી ન હતી. જ્યારે કોંગ્રેસ બહુમતીના આંકડાથી આઠ સીટ દૂર રહી ગઈ હતી.

 

LEAVE A REPLY