(PTI Photo/Mitesh Bhuvad)

રતન ટાટાએ ટાટા ગ્રૂપને 4 બિલિયન ડોલર ડોલરમાંથી 100 બિલિયન ગ્રૂપનું ઔદ્યોગિક સામ્રજ્ય બનાવવામાં અને મોટા વૈશ્વિક એક્વિઝિશન કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 1994માં ટાટા ગ્રૂપના ચેરમેન તરીકેની તેમની ભૂમિકાના માત્ર ત્રણ વર્ષમાં રતન ટાટાએ પ્રખ્યાત બ્રિટિશ ચા કંપની અને ટી બેગના શોધક ટેટલીને હસ્તગત કરવાનો પ્રયાસ કર્યો હતોવૈશ્વિક બ્રાન્ડને હસ્તગત કરવાન આ તેમનો પહેલો પ્રયાસ હતો આ ઉપરાંત આ બ્રિટિશન કંપની ટાટા ટી કરતાં પણ મોટી હતી. પ્રથમ પ્રયાસમાં સફળતા મળી ન હતી, પરંતુ ફેબ્રુઆરી 2000માં આ કંપની આખરે ટાટા ગ્રુપની બની હતી. ભારતીય કંપનીએ વિદેશમાં કરેલું આ સૌથી મોટું એક્ઝિશન હતું.

ટેટલી તો રતન ટાટા માટે વૈશ્વિક એક્ઝિશનની માત્ર એક શરૂઆત હતી. તેમના અધ્યક્ષપદ દરમિયાન, તેમણે 60થી વધુ એક્વિઝિશન્સ કર્યાં હતા, જેમાં યુરોપની બીજા ક્રમની સૌથી મોટી સ્ટીલ કંપની કોરસ, એઈટ ઓ’ક્લોક, સેન્ટ જેમ્સ કોર્ટ, ડેવુ, બ્રિટિશ સોલ્ટ, ટાયકો અને નેટસ્ટીલ જેવી જાણીતી બ્રાન્ડ્સને સમાવેશ થાય છે.

1999માં ટાટાનો પેસેન્જર કાર બિઝનેસ સંઘર્ષ કરી રહ્યો હતો અને રતન ટાટાએ તેને ફોર્ડને વેચવાની ઓફર કરી હતી, પરંતુ ફોર્ડે ઇનકાર કર્યો હતો. જોકે 2008માં બાજી પલટાઈ ગઈ હતી. નાદારીનો સામનો કરનારી ફોર્ડ તેની આઇકોનિક જગુઆર એન્ડ લેન્ડ રોવર (જેએલઆર) બ્રાન્ડ 2.3 અબજ ડોલરમાં ટાટાને વેચી હતી.

ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડે પાછળથી JLR હસ્તગત કરીને તેમની તરફેણ કરવા બદલ રતન ટાટાનો આભાર વ્યક્ત કર્યો. આ સોદાએ માત્ર ફોર્ડને નાણાકીય પતનમાંથી બચાવી ન હતી પરંતુ તે રતન ટાટાના સૌથી સફળ વિદેશી એક્વિઝિશનમાંનું એક પણ બની ગયું હતું, જે ટાટા મોટર્સની કુલ આવકમાં બે તૃતીયાંશ હિસ્સો આપે છે.

રતન ટાટાએ લાંબા સમયથી ઉડ્ડયન ક્ષેત્રે નોંધપાત્ર હાજરીનુ સપન જોયું હતું. 1995માં, ટાટા સન્સે સિંગાપોર એરલાઇન્સ (SIA) સાથે ભાગીદારીમાં સ્થાનિક એરલાઇન શરૂ કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સંપર્ક કર્યો, પરંતુ સરકારે વિદેશી એરલાઇન્સને ભારતીય કેરિયર્સમાં હિસ્સો રાખવા પર પ્રતિબંધ મૂકતા નિયમો રજૂ કર્યા. છ વર્ષ પછી, ટાટા સન્સે બીજો પ્રયાસ કર્યો; આ વખતે, ટાટા ગ્રૂપ દ્વારા 1932માં સ્થપાયેલી અને 1953માં રાષ્ટ્રીયકૃત એરલાઇન, એર ઇન્ડિયા માટે બિડ કરવા SIA સાથે ભાગીદારી કરી હતી.

કમનસીબે, સરકારે તેની ખાનગીકરણની યોજનાઓને અભેરાઈ ચડાવી દીધી હતી.જો કે, 2021 માં એર ઈન્ડિયાનું દેવું વધી જતાં સરકારે એરલાઈનને વેચવાનું નક્કી કર્યું, જેનાથી ટાટા સન્સ સફળતાપૂર્વક તેને હસ્તગત કરી શક્યા હતાં. આ બ્રાન્ડ માટે નોંધપાત્ર ઘર વાપસી હતી. જો કે આ સંપાદન રતન ટાટાની નિવૃત્તિ પછી થયું હતું.

ટાટા સ્ટીલે 2007માં $13 બિલિયનમાં કોરસનું સંપાદન કર્યું હતું. જે ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો સીમા પાર સોદો હતો. તે સમયે ઘણા ટીકાકારો કહેતા હતી કે કોરસનું ઊંચા મૂલ્ય એક્વિઝનશન કરાયું હતું, પરંતુ તેઓ ભારતને વૈશ્વિક નામના અપાવવા માગતા હતા.

LEAVE A REPLY