(ANI Photo)

વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં ઘટાડો કરી રહી છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ બુધવારે તેની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની ત્રણ દિવસની બેઠક પછી ચાલુ વર્ષે સતત ચોથી વખત વ્યાજદરને (રેપો રેટ)ને 6.5 ટકાએ સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.50 ટકાનો મોટો કાપ મૂક્યો હતો.

MPCએ રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. તેના 6માંથી 5 સભ્યોએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો.મોનેટરી પોલિસી કમિટીએ જણાવ્યું હતું કે ફુગાવો મધ્યમસરનો રહેવાની ધારણા છે, પરંતુ તેમાં ઘટાડો ઘણો જ ધીમો છે. રિઝર્વ બેન્કે નાણા નીતિ માટેના તેના વલણને એકોમોડેટિવથી બદલીને ન્યુટ્રલ કર્યું છે. ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે બેન્કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)ને મધ્યમગાળામાં 4 ટકાની રેન્જમાં રાખવાના હેતુ સાથે આ નિર્ણય કર્યો હતો.

રિઝર્વ બેન્કને અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.2 ટકા રહેવાનો અંદાજ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ઉલ્લેખ કર્યો હતો કે ખરીફ વાવણીની મોસમથી સાનુકૂળ પરિસ્થિતિઓ અને જમીનમાં સારા ભેજને કારણે ખાદ્ય ફુગાવાના દબાણમાં ઘટાડો થઈ શકે છે.

LEAVE A REPLY