જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા (ANI Photo)

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)-કોંગ્રેસ ગઠબંધનના વિજય પછી નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમનો પુત્ર ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન હશે.

રાજ્યમાં ગઠબંધનનો મુખ્યપ્રધાન ચહેરો કોણ હશે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે “ઓમર અબ્દુલ્લા મુખ્યપ્રધાન બનશે. જનાદેશ ચુકાદો એ વાતનો પુરાવો હતો કે J-Kના લોકો કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં હતાં.લોકોએ તેમનો ચુકાદો આપી દીધો છે અને સાબિત કર્યું છે કે 5 ઓગસ્ટ, 2019ના રોજ લીધેલા નિર્ણયો તેમને સ્વીકાર્ય નથી.

જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. છેલ્લી વખત 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી ન હતી. 2019માં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ તે પહેલા ઓગસ્ટમાં મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો. કાશ્મીરની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ, પીડીપી ઉપરાંત અન્ય અનેક પ્રાદેશિક પક્ષોના નેતાઓ ચૂંટણીમાં મેદાનમાં હતાં.

LEAVE A REPLY