20% tax levied on forex payments by credit card in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના ટેક્સટાઇલ્સ ક્ષેત્રના વર્ધમાન ગ્રૂપના ચેરમેન અને પદ્મ ભૂષણ પુરસ્કાર મેળવનાર એસ પી ઓસવાલ સાયબર રૂ.7 કરોડના સાઇબર ફ્રોડનો શિકાર બન્યો હોવાનો તાજેતરમાં ચોંકાવનારો કેસ બહાર આવ્યો હતો. લુધિયાણા પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના પછી આસામ અને બંગાળના બે શકમંદોની ધરપકડ કરાઈ હતી અને તેમની પાસેથી ₹5.2 કરોડ રિકવર કરાયા હતાં. આ કેસ ભારતના સાયબર ક્રાઈમ ઈતિહાસમાં સૌથી મોટી જપ્તીમાંનો એક છે.
સાયબર ક્રાઇમ માટે ઠગોઓ આશ્ચર્યજનક રીતે પોતાને સીબીઆઇના અધિકારીઓ તરીકે ઓળખ આપી હતી અને સુપ્રીમ કોર્ટના નકલી વોરંટનો ઉપયોગ કર્યો હતો.

એસ પી ઓસ્વાલ પંજાબના જાણીતા બિઝનેસમેન છે. તેમની ઉંમર 82 વર્ષ છે. કેટલાક સાયબર ઠગોએ તેમને જાળમાં ફસાવીને સાત કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.. ચિટરોએ સુપ્રીમ કોર્ટના આદેશના નામે તેમની ધરપકડ કરવાની અને માનહાનિનો કેસ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેમની મિલ્કત સીલ કરવા અને ધરપકડ કરવા માટે નકલી વોરંટ પણ મોકલ્યા હતા.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડનું નામ લઈને એક ઉદ્યોગપતિને છેતરવામાં આવ્યા તેવો ભારતનો આ પ્રથમ કેસ છે. તેમને ફોન કરીને જણાવવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટમાં તમારા નામે કેસ ચાલે છે જેમાં ઓનલાઈન સુનાવણી કરવામાં આવશે, સુનાવણી પણ કરવામાં આવી અને પછી જેલમાં મોકલી દેવાની ધમકી અપાઈ. જેલમાં ન જવું હોય તો રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઓસવાલે રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા અને પછી તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.

ઓસવાલને જણાવ્યું હતું કે તેમને એક ફોન આવ્યો હતો જેમાં જણાવાયું કે તેઓ દિલ્હીથી બોલે છે અને સુપ્રીમ કોર્ટે તમારા નામે વોરંટ જારી કર્યું છે. તથા તમારી સંપત્તિ સીલ કરવાનો આદેશ અપાયો છે. આ ફોન કરનારે ઈડી, સીબીઆઈ અને કસ્ટમ વિભાગના પણ નામ લીધા હતા. ઓસવાલને વીડિયો કોલ આવ્યો હતો જેમાં સામે વાત કરનાર વ્યક્તિ ફાંકડું ઈંગ્લિશ બોલતો હતો જેથી ઓસવાલે તેમના પર ભરોસો કરી લીધો. આરોપીએ તેમને સુપ્રીમ કોર્ટના બનાવટી ઓર્ડર અને વોરંટ મોકલ્યા પછી એસપી ઓસવાલને ફોન કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે કેસમાં આદેશ આપ્યો છે તેમાં તેમનું નામ પણ સામેલ છે. શરૂઆતમાં ઓસવાલ તેમની વાત માન્યા નહીં. તેથી સુપ્રીમ કોર્ટના નામે તેમની સંપત્તિ સીલ કરવાનો આદેશ તેમજ તેમની ધરપકડ માટે વોરંટ પણ મોકલ્યું હતું.

LEAVE A REPLY