વડોદરા શહેરની હદમાં નિર્જન વિસ્તારમાં એક કિશોરી પર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના સમયે કિશોરીનો મિત્ર હાજર રહતો. કથિત અપરાધ શનિવારે નવરાત્રીની રાત્રે કરવામાં આવ્યો હતો.
વડોદરા (ગ્રામ્ય)ના પોલીસ અધિક્ષક રોહન આનંદે જણાવ્યું હતું કે, યુવતીએ પોલીસને જણાવ્યું કે તે શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં લગભગ 11 વાગ્યે તેના બાળપણના મિત્રને મળવા નીકળી હતી.તેઓ સ્કૂટી પર ભાયલી વિસ્તારમાંથી પાછા ફરી રહ્યા હતા જ્યારે મધ્યરાત્રિની આસપાસ, ટુ-વ્હીલર પરના પાંચ વ્યક્તિઓએ તેમને રસ્તા પર અટકાવ્યા.હતાં. તેમાંથી બે થોડી દલીલ બાદ ચાલ્યા ગયા હતા, જ્યારે અન્ય ત્રણ રહી ગયા હતા. આ ત્રણમાંથી બે વ્યક્તિઓએ કિશોરી પર બળાત્કાર કર્યો હતો, જ્યારે ત્રીજા વ્યક્તિએ તેના પુરુષ મિત્રને રોક્યો હતો.
કિશોરીએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્રિત કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને ગુનેગારોને શોધવા માટે ટીમો બનાવી હતી. ગુજરાત સરકારે આ વર્ષના નવરાત્રી તહેવાર માટે ગરબાની ઉજવણીના સમય પરના નિયંત્રણો હટાવ્યા છે.