કનેક્ટિકટમાં અનકાસવિલેમાં મોહેગન સન કેસિનો એન્ડ રિસોર્ટમાં આ અઠવાડિયે યોજાયેલી એલિવેટ 2024 બ્રાન્ડ કોન્ફરન્સમાં રેડ રૂફના પ્રેસિડેન્ટ ઝેક ઘારીબ સ્ટેજ પર છે.

આ અઠવાડિયે રેડ રૂફની Elevate2024 બ્રાન્ડ કોન્ફરન્સમાં એક નવો પ્રોટોટાઈપ, નવી ભાગીદારી અને નવા એક્ઝિક્યુટિવ ટીમના સભ્યો સ્પોટલાઇટમાં હતા. 1,000 થી વધુ ફ્રેન્ચાઇઝીઓ, ટીમના સભ્યો અને ભાગીદારોએ અનકાસવિલે, કનેક્ટિકટમાં મોહેગન સન કેસિનો અને રિસોર્ટ ખાતેની કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
રેડ રૂફના પ્રમુખ ઝેક ઘારીબે તેની વૃદ્ધિ ચાલુ રાખવા માટે કંપનીની યોજનાની રૂપરેખા આપીને કોન્ફરન્સની શરૂઆત કરી.

“અમે એક પ્રતિષ્ઠિત અમેરિકન બ્રાન્ડ છીએ, અને અમે અમેરિકન ડ્રીમ જીવી રહ્યા છીએ,” એમ ઘારીબે જણાવ્યું હતું. “અમે આ બ્રાન્ડ, આ કંપની અને અમારો બિઝનેસ વધારીશું. અમે અમારા મહેમાનો માટે વધુ સારા અને વધુ સુસંગત અનુભવ સાથે તેમ કરીશું.”

કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવેલ નવો પ્રોટોટાઈપ ઘારીબનું આ દિશામાં પ્રથમ પગલું છે. નવા ટેક્નોલોજી વિકલ્પો અને નવું નેતૃત્વ પણ યોજનાનો એક ભાગ છે અને એક કેન્દ્રિય તત્વ કંપનીની સંસ્કૃતિ અને સુસંગતતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

ખર્ચમાં ઘટાડો નવી ડિઝાઇન તરફ દોરી ગયો

નવા-બિલ્ડ પ્રોટોટાઇપને 80-રૂમ, ત્રણ- અથવા ચાર-માળની પ્રોપર્ટી તરીકે આંતરિક કોરિડોર સાથે ડિઝાઇન કરવામાં આવી છે જે સ્કેલેબલ છે. તેમાં ફરીથી ડિઝાઇન કરેલી લોબી અને નવી સુવિધાઓ છે. રેડ રૂફ દ્વારા તેની એક્સ્ટેન્ડેડ બ્રાન્ડ હોમટાઉન સ્ટુડિયો માટે તાજેતરમાં અપડેટ કરાયેલા નવા-બિલ્ડ પ્રોટોટાઇપનો ઉપયોગ કરવાના લીધે નવી ડિઝાઇનની કિંમત ઓછી છે.

તે પ્રોટોટાઇપ હેઠળની પ્રથમ પ્રોપર્ટી, હોમટાઉન સ્ટુડિયો ટેમ્પા – એરપોર્ટ તાજેતરમાં ટામ્પા, ફ્લોરિડામાં ખોલવામાં આવ્યું હતું. 124 રૂમની આ હોટલનું સંચાલન ધ્રુવ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે, જેની આગેવાની પ્રેસિડેન્ટ અને સીઈઓ વિજય પટેલ કરશે. તેને ધ્રુવ ડેવલપમેન્ટ દ્વારા વિકસાવવામાં આવી છે, જેનું નેતૃત્વ સીઈઓ અમિત પટેલ કરશે.
“અમને તે કેટલામાં પડ્યું તેની સંપૂર્ણ વિગતો અમારી પાસે છે. તેથી અમે તેની ખરીદી કરી અને અમે તેને આંતરિક ધોરણે તૈયાર કરી સમાન શૈલી વિકસાવી. અહીં બધી જ સમાનતા છે, સમાન બાંધકામ, તે જ પૂર્ણાહુતિ, સમાન દેખાવ, કારણ કે આપણે આને જાણીએ છીએ,” એમ ઘારીબે જણાવ્યું હતું. “આપણે આના અંગે બધુ જ જાણીએ છીએ. અમે તેને આંતરિક ધોરણે જ સમાન રીતે વિકસાવ્યું છે. અમે તેને સુંદર રીતે વિકસાવ્યું છે. અમે જાણીએ છીએ કે અંદરનો ભાગ ખરેખર મહેમાનો માટે આકર્ષક છે, કારણ કે અમે તેને ટેમ્પાની અમારી સમીક્ષાઓમાં જોઈ રહ્યા છીએ. સમીક્ષાઓ અદ્ભુત રહી છે. લોકોને પ્રોટોટાઇપ ગમે છે. મને લાગે છે કે સામાન્ય રીતે માલિકોને હોમટાઉન સ્ટુડિયોમાં ખૂબ જ રસ હોય છે.”

 

LEAVE A REPLY