ભારતનું ફોરેક્સ રીઝર્વ તાજેતચરમાં 12.588 બિલિયન ડોલર ઉછળીને 704.885 બિલિયન ડોલરની વિક્રમી સપાટી પર પહોંચી ગયું હતું. આમ આ રીઝર્વ પ્રથમવાર 700 બિલિયન ડોલરને પાર થયું હતું. અગાઉના સપ્તાહમાં ફોરેક્સ રીઝર્વ 2.838 બિલિયન ડોલર વધીને 692.296 બિલિયન ડોલર થયું હતું.
27 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 10.468 બિલિયન ડોલર ઉછળીને 616.154 બિલિયન ડોલર થયું હતું. ડોલર ટર્મમાં દર્શાવાતી એફસીએમાં ડોલર સિવાયની અન્ય કરન્સી જેમ કે યુરો, પાઉન્ડ, યેન, વગેરે સામે રૂપિયામાં વધ-ઘટની અસરનો સમાવેશ થાય છે. દરમિયાન ગોલ્ડ રીઝર્વ 2.184 બિલિયન ડોલર વધીને 65.796 બિલિયન ડોલર થયું હતું. સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ 80 લાખ ડોલર વધીને 18.547 બિલિયન ડોલર થયા હતા. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રીઝર્વ 7.1 કરોડ ડોલર વધીને 4.387 બિલિયન ડોલર થયું હતું.

ફોરેક્સ રીઝર્વમાં સતત વધારો થતા આર્થિક સ્થિરતા વધવાની સંભાવના રહે છે. અન્ય દેશોમાં કોઈ ઉથલપાથલ થાય તેવા સંજોગોમાં કરન્સી માર્કેટમાં અફડાતફડીનો સામનો કરવામાં રીઝર્વ બેન્કને મદદ મળે છે. રૂપિયો વધુ પડતો નબળો પડે તો તેને અટકાવવા માટે આરબીઆઈ માર્કેટમાં ડોલર વેચીને રૂપિયો સ્થિર કરવાની કામગીરી વધારે અસરકારક રીતે કરી શકે છે. ફોરેક્સ રીઝર્વ વધવાથી ભારતનું ઈમ્પોર્ટ બિલ વધે તો તેવા સંજોગોમાં પણ ચિંતા વધતી નથી. સૌથી મહત્વની વાત એ છે કે નાણાંનો પ્રવાહ વધવાનો તે સંકેત છે અને તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધે છે.

LEAVE A REPLY