ઇઝરાયેલ ગુરુવારે ઇરાન પર વળતો કરશે તેવી વ્યાપક અટકળો વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે ઇરાન સામે ઇઝરાયેલ તાકીદે વળતો હુમલો કરે તેવી તેમને અપેક્ષા નથી. તહેરાને ઇઝરાયેલ પર આશરે 200 બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યાના બે દિવસ પછી ગુરુવારે બાઇડને આ નિવેદન આપ્યું હતું. ઇરાન પર વળતા હુમલાની અમેરિકા ઇઝરાયેલને મંજૂરી આપશે કે નહીં તેવા સવાલના જવાબમાં બાઇડને જણાવ્યું હતું કે “સૌ પ્રથમ એ કે અમે ઇઝરાયેલને ‘મંજૂરી’ આપતા નથી, અમે ઇઝરાયેલને સલાહ આપીએ છીએ. અને આજે કંઇ થવાનું નથી”