Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જેલમાં કેદીઓને તેમની જાતિને આધારે થતી કામની ફાળવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. સર્વોચ્ચ અદાલતે 10 રાજ્યોના જેલ મેન્યુઅલ નિયમોને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યાં હતા તથા કેન્દ્ર અને રાજ્યોને ત્રણ મહિનામાં જેલ નિયમાવલીમાં સુધારો કરવા અને કોર્ટના આદેશનું પાલન થયું હોવાનો રીપોર્ટ દાખલ કરવા તાકીદ કરી હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કેદીઓને પણ ગૌરવ સાથે જીવવવાનો અધિકાર છે. બ્રિટિશ યુગના ફોજદારી કાયદાઓ હજુ પણ અસર કરી રહ્યાં છે. સર્વોચ્ચ અદાલતે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને હિમાચલપ્રદેશની જેલ મેન્યુઅલની કેટલીક ભેદભાવપૂર્ણ જોગવાઈઓને રદ કરી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે નીચલી જાતિના ગુનેગારો તેમની જાતિ મુજબ જેલમાં કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જેલની બહાર જાતિ આધારિત ભેદભાવો થાય છે તેનું જેલમાં પુનરાવર્તન થાય છે. દાખલા તરીકે સફાઈ કામ સોંપવાના નિયમો છે. જેમાં નિર્ધારિત કરાયું છે કે નીચલી જાતિમાંથી સફાઈ કામદારો પસંદ કરાશે.જેલોમાં જાતિગત ભેદભાવ અંગે આર્ટિકલ લખનારા પત્રકાર સુકન્યા શાંતાની જાહેર હિતની અરજીની આધારે સુપ્રીમ કોર્ટે 148 પેજનો આ ચુકાદો આપ્યો હતો.

 

LEAVE A REPLY