ભૂતપૂર્વ કેબિનેટ સેક્રેટરી સઈદા વારસીએ કન્ઝર્વેટિવ વ્હિપને પોતાનું રાજીનામું આપી દીધું છે. X પરની એક પોસ્ટમાં, વારસીએ કહ્યું: “ભારે હૃદયથી મેં આજે મારા વ્હીપને જાણ કરી છે અને હમણાં માટે કન્ઝર્વેટિવ વ્હીપ નહીં લેવાનું નક્કી કર્યું છે. આ મારા માટે દુઃખદ દિવસ છે. હું કન્ઝર્વેટિવ છું અને તેવી જ રહું છું. પરંતુ દુર્ભાગ્યે જે પક્ષમાં હું જોડાઇ હતી તે વર્તમાન પક્ષથી જુદો છે અને જે કેબિનેટમાં સેવા આપી હતી તેનાથી દૂર છે.
“મારો નિર્ણય એ પ્રતિબિંબ છે કે મારી પાર્ટી કેટલી સાચી રીતે આગળ વધી છે અને તેના વિવિધ સમુદાયો સાથેના વ્ય હારમાં દંભ અને બેવડા ધોરણો છે. હું મારા પુસ્તક મુસ્લિમો ડોન્ટ મેટરમાં જે મુદ્દા ઉઠાવું છું તેનું સમયસર રીમાઇન્ડર છે.
વારસીના રાજીનામા પછી, ટોરીઝે જણાવ્યું હતું કે પક્ષે કોર્ટ કેસ વિશેની ટ્વીટ્સના પરિણામે પીઅરની તપાસ શરૂ કરી હતી જ્યાં એક દેખાવકાર મારીહા હુસેને ઋષિ સુનક અને સુએલા બ્રેવરમેન વિશે અપમાનજનક ભાષા તેઓ “નારિયેળ” હતા તેવા પ્લેકાર્ડ પકડ્યા હતા.
હુસૈન નિર્દોષ જાહેર થયા પછી, વારસીએ X પર પોતે નાળિયેર પીતી હોય તેવી તસવીર પોસ્ટ કરી હતી અને હુસૈનને “ખૂબ અભિનંદન”ની શુભેચ્છા પાઠવી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તાએ કહ્યું: “બેરોનેસ સઇદા વારસી દ્વારા કથિત રીતે ઉપયોગમાં લેવામાં આવતી વિભાજનકારી ભાષા અંગે ફરિયાદો મળી હતી. બેરોનેસ વારસીને જાણ કરવામાં આવી હતી કે આ અઠવાડિયાની શરૂઆતમાં તપાસ શરૂ થવાની છે. બધી ફરિયાદોની પૂર્વગ્રહ વિના તપાસ થાય તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે.’’
પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ વારસીએ ભૂતકાળમાં કહ્યું છે કે પાર્ટીને ઇસ્લામોફોબિયાની સમસ્યા હતી.