પ્રતિક તસવીર Team of surgeon doctors
  • એક્સક્લુસિવ
  • બાર્ની ચૌધરી

ઈંગ્લેન્ડમાં હોસ્પિટલો, એમ્બ્યુલન્સ ટ્રસ્ટ અથવા ઇન્ટીગ્રેટે કેર બોર્ડના રોજિંદા સંચાલન માટે જવાબદાર લગભગ 10માંથી છ NHS ટ્રસ્ટમાં એક પણ સાઉથ એશિયન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નથી એમ ગરવી ગુજરાત દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવી શકે છે. કુલ 217 ટ્રસ્ટ બોર્ડના અમારા વિશ્લેષણમાં એમ પણ બહાર આવ્યું છે કે 10માંથી ચાર કરતાં વધુ (43 ટકા) બોર્ડ પાસે એક પણ વરિષ્ઠ નેતા નથી. અમારી તપાસમાં સૂત્રોએ અમને વંશીય પ્રતિનિધિત્વના અભાવ વિશે શરમ અને આઘાત વિશે જણાવ્યું છે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ના ભૂતપૂર્વ અધ્યક્ષ તથા BMA ના વંશીય અને વંશીય સમાનતા માટેના ફોરમના અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપોલે જણાવ્યું હતું કે, “મને આ ખરેખર ચિંતાજનક લાગે છે, NHSનું અસ્તિત્વ અમારા વંશીય લઘુમતી સ્ટાફને આધિન છે. NHSમાં કામ કરતા તમામ ડોકટરોમાંથી લગભગ 42 ટકા વંશીય લઘુમતીઓમાંથી કહો કે સાઉથ એશિયન વિશાળ બહુમતીમાંથી આવે છે અને NHSના લગભગ 26 ટકા સ્ટાફ વંશીય લઘુમતીના છે. કમનસીબે, આંકડાઓ વારંવાર બતાવે છે કે વંશીય લઘુમતી સ્ટાફ NHSમાં ગેરલાભ ભોગવે છે. તેઓ અત્યંત સક્ષમ અને પ્રતિભાશાળી હોવા છતાં તેમની કારકિર્દીની પ્રગતિ વધુ ખરાબ છે. તેઓ તેમના શ્વેત સમકક્ષો કરતા લગભગ બમણા દરે બુલિઇંગ અને સતામણીનો ભોગ બને છે અને અસભ્ય અને કામ પર બાકાત રાખવાની લાગણી, તેમના પ્રોફેશનલીઝમ પર શંકા જેવા ભેદભાવપૂર્ણ વર્તનનો અનુભવ કરે છે. આવા સંજોગોમાં જો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સનું નેતૃત્વ વંશીય વ્યક્તિ પાસ ન હોય તો વંશીય લઘુમતી ડોકટરો, નર્સો અને સ્ટાફને યોગ્ય સંદેશ મોકલશે? ”

અશ્વેત અને સાઉથ એશિયન વસ્તી વધુ હોય તેવા વિસ્તારોમાં પણ વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમો તેઓ જે સમુદાયની સેવા કરે છે તેનું પ્રતિનિધિત્વ કરતી દેખાતી નથી. કેટલાક જૂથ બિઝનેસીસ માટે નેતૃત્વની ભૂમિકાઓમાં વંશીય પ્રતિનિધિત્વ વધારવા માટે ઝુંબેશ ચલાવે છે.

યુનિવર્સિટી હોસ્પિટલ્સ કોવેન્ટ્રી અને વોરીકશાયર NHS, નોર્થ વોરીકશાયર, ડડલી ગ્રુપ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ધ રોયલ વુલ્વરહેમ્પટન NHS ટ્રસ્ટ, વોલ્સલ હેલ્થકેર NHS ટ્રસ્ટમાં જરા પણ પ્રતિનિધિત્વ નથી.

ઓલ-વ્હાઇટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ધરાવતા કેટલાક ટ્રસ્ટોનો ગરવી ગુજરાતે સંપર્ક કરતા તેમણે તેમની સ્થિતિનો બચાવ કર્યો હતો. ડર્બી અને બર્ટન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટની યુનિવર્સિટી હોસ્પિટલની એક્ઝિક્યુટિવ ટીમમાં એક પણ રંગીન વ્યક્તિ નથી, પરંતુ તેના ત્રણ નોન એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર્સ વંશીય લઘુમતી – એશિયાઈ છે. એક પ્રવક્તાએ દલીલ કરી હતી કે આ વંશીય પ્રતિનિધિત્વની સાબિતી-સકારાત્મક છે.

બધા જ – સાતેય શ્વેત એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો ધરાવતા રોધરહામ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “એક ટ્રસ્ટ તરીકે અમે સમાનતા, વિવિધતા અને સમાવેશ માટે પ્રતિબદ્ધ છીએ, અને અમે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ કે અમારું કાર્યબળ સ્થાનિક વસ્તીને પ્રતિબિંબિત કરે.’’

નોર્ફોક અને નોરીચ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ચીફ પીપલ ઓફિસર, પૌલ જોન્સે જણાવ્યું હતું કે, “અમે વધુને વધુ વૈવિધ્યસભર સંસ્થા છીએ, જેમાં અમારા 18 ટકા કર્મચારીઓ BME પૃષ્ઠભૂમિના છે. અમે જાણીએ છીએ કે તે અમારા બોર્ડના મેકઅપમાં પ્રતિબિંબિત થતું નથી. પણ અમે ખાતરી કરવા માંગીએ છીએ કે તમામ સ્ટાફને સાંભળવાની તક મળે અને અમારા બોર્ડના સભ્યો તેમના જીવંત અનુભવોને સમજે.’’

ગરવી ગુજરાતને કહેવાયું છે કે કેટલાક વંશીય – કલર્ડ ડાયરેક્ટર્સ  જો બોલવાનો પ્રયાસ કરે તો તેમની ટીકા કરવામાં આવે છે. એક અનામી NED સ્ત્રોતે આ અખબારને કહ્યું, “મને મીટિંગ પછી એક બાજુ લઈ જવામાં આવ્યો હતો, અને મને અનિશ્ચિત શબ્દોમાં કહેવાયું હતું કે ટ્રસ્ટને શરમ આવે તેવા પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખશો નહીં. હું તેમના શબ્દો ક્યારેય ભૂલીશ નહીં, ‘આવો, સાંભળો, ચા અને બિસ્કિટ લો, થોડા કલાકો વિતાવો, પૈસા લો અને ઘરે જાઓ.'”

અન્ય એક એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “જ્યારે આપણી પાસે નોન-વ્હાઈટ એક્ઝિક્યુટિવ અથવા NED હોય, ત્યારે તમારે ‘હિયર વી ગો અગેન’થી કલંકિત ન થવા માટે સાવચેતીપૂર્વક ચાલવાની જરૂર છે. અમને વચગાળાની નોકરી માટેની તકો સહિત ઉદ્દેશ્યપૂર્ણ, ન્યાયી, પારદર્શક અને સુસંગત પ્રક્રિયાઓની જરૂર છે.

32.1 ટકા એશિયન વસ્તી ધરાવતા બ્રેડફોર્ડ ટીચિંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં એક માત્ર ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સાજિદ અઝેબ સેવા આપે છે.

આ જ ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રેડફોર્ડના લોર્ડ પટેલે કહ્યું હતું કે ‘’નોન એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર્સ વિવિધતા અને સર્વસમાવેશકતા સાથે મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બાબતોમાં થોડો સુધારો થયો છે, પરંતુ આંકડાઓ આઘાતજનક છે. અધિકારીઓની દ્રષ્ટિએ આટલી અસમાનતા છે તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો હું આગામી પાંચ વર્ષમાં એક બાબત કરી શકું તો તે એ કહેવાનું છે કે આપણી પાસે ઘણા સારા યુવાન, તેજસ્વી લોકો છે, સમગ્ર બોર્ડમાં રંગીન લોકો છે, તેમને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનવા માટે થોડો અનુભવ જોઈએ છે તો, ઘણા લોકો પાસે તે નથી. આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા વરિષ્ઠ નેતાઓ, જેઓ દરરોજ સંસ્થાઓ ચલાવે છે તેઓ અન્ય લોકો અનુસરે તે માટેની સંસ્કૃતિ બનાવે છે.’’

ચેન્જ ધ રેસ રેશિયોની સ્ટીયરિંગ કમિટિના સદસ્ય અને ગ્લોબલ મેન્ટલ હેલ્થ એડવોકેટ સુશ્રી પોપી જમાને કહ્યું હતું કે “આ કોઈ નવી વાત તો નથી ને? જો તમે હાર્વર્ડ, ઓક્સફર્ડ, વિશ્વની કેટલીક મોટી બિઝનેસ સ્કૂલો, યુનિવર્સિટીઓના સંશોધનો – લીડરશીપ પેપર્સને જોશો, તો તેઓ વારંવાર દર્શાવે છે કે નેતૃત્વની બાબતો અને વિવિધતા સંસ્થાઓ ચલાવવાની રીતમાં મોટો તફાવત બનાવે છે. નિર્ણય લેનારાઓ અથવા સિસ્ટમોને પ્રતિબિંબિત કરવાની જરૂર છે જે વાસ્તવમાં તે બોર્ડમાં સીધું ફીડ કરે છે.’’

સુશ્રી પોપી જમાને કહ્યું હતું કે ‘’NHS ટ્રસ્ટમાં શા માટે ઘણા ઓછા એડમિન નેતાઓ છે. શું તે એટલા માટે છે કે ત્યાં પર્યાપ્ત બોર્ડમાં રહેવા માટે લાયક વંશીય નેતાઓ નથી? શું તે એટલા માટે છે કારણ કે ભરતી માટેની આઉટરીચ વિશે વિચારવામાં આવ્યો નથી? શું તે એટલા માટે છે કે લોકોએ તેના વિશે વિચાર્યું નથી? મને વર્તમાન વાતાવરણમાં વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ લાગે છે, આપણી પાસે વિવિધતા અને સંગઠનોના નેતૃત્વ માટે પહેલાં કરતાં વધુ કામ થયું છે.’’

ગેટ્સહેડ હેલ્થ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ગ્રૂપ ડિરેક્ટર ઓફ પીપલ એન્ડ ઓર્ગેનાઈઝેશન ડેવલપમેન્ટ, અમાન્ડા વેનરે જણાવ્યું હતું કે, “અમે જે સમુદાયોમાં કામ કરીએ છીએ તેનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરતી બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ હોવાના મહત્વથી અમે વાકેફ છીએ. અમારા બોર્ડમાં હાલમાં કોઈપણ કલર્ડ વ્યક્તિનો સમાવેશ થતો નથી, ત્યારે અમે વિવિધ શ્રેણીના લોકોની અરજીઓને સક્રિયપણે પ્રોત્સાહિત કરીએ છીએ અને એક શેડો બોર્ડ પ્રોગ્રામ વિકસાવીને તેને બદલવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છીએ જે વિવિધતા પર હકારાત્મક અસર કરશે તેમજ અમારી ઉત્તરાધિકાર ક્ષમતાઓને મજબૂત કરશે.”

પરંતુ પ્રચારકો ચિંતિત છે કે ઓલ-વ્હાઇટ NHS બોર્ડ લઘુમતી સમુદાયોમાં આરોગ્યની અસમાનતા તરફ દોરી શકે છે.

સપ્ટેમ્બરમાં પ્રકાશિત થયેલ દરઝી સમીક્ષાએ સૂચવ્યું હતું કે વંશીય લોકો આરોગ્યની અસમાનતાનો સામનો કરે છે. એશિયાના લોકોએ રોગચાળા પછી વૈકલ્પિક સંભાળ માટે અપ્રમાણસર રીતે લાંબા સમય સુધી રાહ જોવાનો અનુભવ કર્યો હતો. તે જ રીતે, માનસિક સ્વાસ્થ્યમાં, લઘુમતી વંશીય જૂથોના લોકોએ ખરાબ પરિણામોનો અનુભવ કર્યો હતો.

બીજી સમસ્યા અશ્વેત અને સાઉથ એશિયન મેડિકલ ડાયરેક્ટર્સનો અભાવ છે.

ચાંદ નાગપૌલે જણાવ્યું હતું કે, “ચિફ મેડિકલ ઓફિસર અથવા ચિફ નર્સિંગ ઓફિસરના હોદ્દા જેવા હોદ્દા વંશીય લઘુમતી ચિકિત્સકો પાસે હોય તે ખરેખર મહત્વપૂર્ણ છે. આપણે એ પણ જાણીએ છીએ કે વંશીય લઘુમતી ડોકટરોમાં ડીસીપ્લીનરી રેફરલ્સનું ઉચ્ચ સ્તર છે. જો તમે વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના ડૉક્ટર હો તો તમને રેગ્યુલેટર્સ પાસે મોકલવામાં આવે તેવી શક્યતા બમણી છે, જો તમે અન્ય દેશમાંથી યુકેમાં કામ કરવા આવ્યા હો તો શક્યતા ત્રણ ગણી વધુ હોય છે. હેલ્થ કેર સ્ટાફ માટે આ વિનાશક અનુભવ છે જેમના પ્રોફેશનલીઝમ પર શંકા કરી તેમને રેગ્યુલેટર્સ પાસે મોકલવામાં આવે છે, તેમની તપાસ કરવામાં આવે છે. અમારું માનવું છે કે, NHSમાં કામ કરતા વંશીય લઘુમતી કર્મચારીઓના અનુભવો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય અને સમજે તેવું નેતૃત્વ હોય તો તેઓ અમુક અંશે આ ડીસીપ્લીનરી પ્રોસેસના દરોના આ ઉચ્ચ સ્તરોને સંબોધવામાં જરૂર આવશે.

ગરવી ગુજરાતે ડિપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશિયલ કેરનો સંપર્ક કર્યો હતો પરંતુ અનેક ઈમેલ છતાં તેમણે કોઈ ટિપ્પણી કરી ન હતી.

NHS ઈંગ્લેન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આ વર્ષે કેટલાક સકારાત્મક સુધારા જોયા છે. NHSમાં વરિષ્ઠ હોદ્દા પર સૌથી વધુ અશ્વેત અને લઘુમતી વંશીય સ્ટાફ સાથે, અમે જાણીએ છીએ કે હજી ઘણું કરવાનું બાકી છે, અને NHS કાર્યબળ પહેલા કરતા વધુ વૈવિધ્યસભર છે, પ્રગતિ ખાસ કરીને મહત્વપૂર્ણ છે. અમે તમામ પશ્ચાદભૂના લોકોને NHSમાં વિકાસ કરવાની સમાન તકો મળે, પછી ભલે તેઓ ગમે તે નોકરીની ભૂમિકામાં હોય તે માટે NHS સમાનતા, વિવિધતા અને સમાવેશ સુધારણા યોજના બનાવી છે.’

LEAVE A REPLY