પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારત ખાતેના યુએસ મિશનએ સોમવાર, 30 સપ્ટેમ્બરે 250,000 નવા વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટ ખોલવાની જાહેરાત કરી હતી. વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટની ફાળવણી ટુરિસ્ટ, સ્કીલ્ડ વર્કર્સ અને સ્ટુડન્ટ સહિતની વિવિધ કેટેગરી હેઠળ અરજી કરતાં ભારતીય ટ્રાવેલર્સને કરાશે.

ભારતમાં યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નવા સ્લોટ્સ હજારો ભારતીય અરજદારોને સમયસર ઇન્ટરવ્યુ આપવામાં અને ટ્રાવેલને સરળ બનાવવામાં મદદ કરશે. ભારતમાં યુએસ મિશન સતત બીજા વર્ષે 10 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓને વટાવી ચૂક્યું છે. અમે હવે પરિવારોને એકસાથે લાવવા, વ્યવસાયોને જોડવા અને પર્યટનની સુવિધા આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

2024માં આજ સુધીમાં 1.2 મિલિયનથી વધુ ભારતીયોએ અમેરિકાની મુસાફરી કરી છે, જે 2023માં સમાન સમયગાળાની તુલનામાં 35% વધુ છે. ઓછામાં ઓછા છ મિલિયન ભારતીયો પાસે પહેલેથી જ અમેરિકાની મુલાકાત લેવા માટે નોન-ઇમિગ્રન્ટ વિઝા છે અને દરરોજ મિશન હજારો વધુ વિઝા જારી કરે છે.

LEAVE A REPLY