(istockphoto)

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના-ભાજપ અને એનસીપીની ગઠબંધન સરકારે દેશી ગાયને રાજમાતાનો દરજ્જો આપવાની સોમવારે જાહેરાત કરી હતી. રાજ્યમાં દેશી ગાયોની સંખ્યામાં ઝડપથી ઘટાડાને કારણે સરકારે આ નિર્ણય કર્યો હતો. આ દરજ્જો આપીને ખેડૂતોને આ ગાયોના પાલન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

સરકારે જણાવ્યું કે, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં ગાયના સ્થાન, માનવ આહારમાં ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પ્રણાલીમાં ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્વના સ્થાનને ધ્યાનમાં રાખીને હવેથી દેશી ગાયોને “રાજ્યમાતા ગોમાતા” તરીકે જાહેર કરવાનો નિર્ણય કરાયો છે.

ચૂંટણી પંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં 26મી નવેમ્બર પહેલા ચૂંટણી યોજવી પડશે, કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમ 28 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય પ્રવાસ પર મહારાષ્ટ્ર પહોંચી હતી. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી પંચની ટીમે અનેક રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે મહત્વની બેઠકો કરી હતી.

LEAVE A REPLY