નવરાત્રિમાં ગરબા રસિકો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શનિવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે, ગુજરાતમાં હવે નવરાત્રિ દરમિયાન સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે. હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ પ્રકારની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ આપવામાં આવશે. જોકે, હવે તો આખી દુનિયામાં ગુજરાતીઓ ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં તો નવરાત્રિની ઉજવણી ધૂમધામથી જ થાય ને. ગુજરાતીઓ તહેવારની ઉજવણી કરનારા લોકો છે. નવરાત્રિ ખુશીની ઉજવણીનો તહેવાર છે. લોકો એકબીજાને મળે છે, માતા અંબાની ભક્તિ કરે છે. આ ભક્તિ આ વર્ષે પણ એટલાં જ ઉત્સાહ અને આનંદ સાથે થશે.તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.

 

LEAVE A REPLY