મુસ્લિમોએ અમદાવાદમાં વકફ બિલ 2024નો વિરોધ કર્યો હતો.

વકફ (સુધારા) બિલ 2024 અંગની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ શુક્રવારે ગુજરાત સરકારના પ્રતિનિધિઓ અને અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓને બેઠક યોજી હતી. કેન્દ્ર સરકારે વફક સુધારા બિલ અંગે સંસદીય સમિતિની રચના કરી છે અને તે રાષ્ટ્રવ્યાપી પરામર્શના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી.

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જેપીસી સમક્ષ રાજ્ય સરકારના સૂચનો રજૂ કર્યા હતા.સંઘવીએ મીટિંગ વિશે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ઉમેર્યું હતું કે રાજ્યની ભાજપ સરકારે ધારામાં સુધારો કરવાના કેન્દ્રના પગલાની પહેલેથી જ પ્રશંસા કરી છે.

મીડિયા રીપોર્ટ મુજબ જેપીસીના સભ્ય અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે ચકમક ઝરી હતી. વફક બોર્ડે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ પર પોતાનો દાવો કર્યો છે. આ મુદ્દે બંને આમને સામને આવી ગયો હોવાનું માનવામાં આવે છે.

જેપીસીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, લઘુમતી સંકલન સમિતિના પ્રતિનિધિઓ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અને રાજ્ય વક્ફ બોર્ડના સભ્ય ઈમરાન ખેડાવાલાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સાથે પણ બેઠક કરી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ ચેરપર્સન મુકેશ કામદારે જણાવ્યું હતું કે વર્તમાન કાયદામાં જરૂરી ફેરફારો અંગેના સૂચનો જેપીસીને સુપરત કરવામાં આવ્યા હતા.પત્રકારો સાથે વાત કરતા ખેડાવાલાએ જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પક્ષ વકફ પ્રોપર્ટીનું સંચાલન કરતા વર્તમાન કાયદામાં સુધારાની વિરુદ્ધ છે.

LEAVE A REPLY