(PTI Photo)

ગુજરાતના ભાવનગર જિલ્લામાં એક નદી પરના કોઝવે પર પૂરના પાણીમાં તેમની બસ સાથે ફસાયેલા કુલ 29 યાત્રાળુઓને આશરે આઠ કલાકના દિલધકડ રેસ્ક્યુ ઓપરેશન પછી બચાવી લેવાયા હતા. આમાંથી 27 યાત્રાળુઓ

તમિલનાડુ અને પુડુચેરીના હતા., એમ ભાવગનર જિલ્લાના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.
યાત્રાળુઓ ફસાયા બાદ ગુરુવારે સાંજે બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. લક્ઝરી બસમાં રહેલા યાત્રાળુઓને બચાવકર્તાઓએ સુરક્ષિત રીતે ટ્રકમાં સ્થાનાંતરિત કર્યા હતાં પરંતુ આ ટ્રક પણ પૂરના કોઝવે પર ફસાઈ ગઇ હતી, એમ ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના નાયબ મામલતદાર સતીશ જાંબુચાએ જણાવ્યું હતું.

તમિલનાડુના યાત્રાળુઓ સાથેની બસ ભાવનગર તાલુકાના કોળીયાક ગામ પાસે એક નાળા પર કોઝવે ઓળંગવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. યાત્રિકો ગામ નજીકના નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ ભાવનગર શહેર તરફ જઈ રહ્યા હતા. વિસ્તારમાં ભારે વરસાદ બાદ માલેશ્રી નદીમાં પૂર આવ્યું હતું અને કોઝવે પર પાણી ભરાયું હતું. બસ ફસાઈ ગયા બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવકર્તા ટ્રકમાં સ્થળ પર પહોંચ્યા હતાં અને બસની બારીમાંથી યાત્રાળુઓને વાહનમાં ખસેડ્યા હતાં. પરંતુ ટ્રક પણ ફસાઈ ગઈ હતી. જોકે, પરિસ્થિતિ કાબૂમાં હતી અને ટ્રકની અંદર તમામ યાત્રાળુઓ સુરક્ષિત હતાં.

LEAVE A REPLY