REUTERS/Amit Dave

3જી ઓક્ટોબરથી 12મી ઓક્ટોબર, 2024 –  બુધવાર તા. 16 રોજ શરદ પૂનમ

* શ્રી કચ્છ લેઉઆ પાટીદાર કોમ્યુનિટી યુકે (SKPLPC) દ્વારા યુરોપના સૌથી મોટા નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન ગ્રાન્ડ માર્કી, ઇન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ, UBS GRE ખાતે તા. 3ને ગુરૂવારથી તા. 16ને બુધવાર સુધી રોજ સાંજે 7.30થી 11 સુધી કરવામાં આવ્યું છે. ફેમીલી વર્કશોપનુ આયોજન રવિવાર 6ઠ્ઠી ઑક્ટોબર 2024ના રોજ સવારે 11થી 3 કરવામાં આવ્યું છે. બાળકો માટે મફત પ્રવેશ + ગુડી બેગ મળશે. જેમાં નવરાત્રીના મહત્વ વિષે તેમજ રાસગરબા, આરતી વગેરે શિખવવામાં આવશે. આ ઉપરાંત તા. 12 અને 13 ઑક્ટોબરના રોજ દશેરા વિકેન્ડ સ્પેશયલ ગરબા થશે અને બુધવાર 16 ઑક્ટોબરના રોજ શરદ પૂનમની ઉજવણી થશે. વધુ માહિતી માટે WWW.SKLPC.COM/NAVRATRI

*  ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. 3થી 12 ઓક્ટોબર અને શરદપુનમ પ્રસંગે તા. 16ના રોજ રાતના 8 વાગ્યાથી લાઈવ મ્યુઝિક સાથે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં સ્કાય 719  – સંસ્કાર ટીવી પર લાઇવ પ્રસારણ થશે. હોટ ફૂડ સ્ટોલ અને દાંડિયા રાસનો લાભ મળશે. કાર્યક્રમના મીડીયા પાર્ટનર ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત છે. સંપર્ક: 44 20 8426 0678 – +44 7812 180 303 www.siddhashram.com

*  લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા તા. 3થી 12 દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે LCNL નવરાત્રી ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 16 ના રોજ શરદ પૂનમ પ્રસંગે ઉજવણી થશે. આ પ્રસંગે “શ્રેષ્ઠ ગરબા, શ્રેષ્ઠ દાંડિયા અને  શ્રેષ્ઠ ડ્રેસ પહેરેલ પુરૂષ અને સ્ત્રીઓ માટેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોલનો લાભ મળશે.  સંપર્ક: ધીરુભાઇ સવાણી – 07956 492 825 અને  દિનેશ સોનછત્રા – 07956 810 647.

  • લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન – LCNL મહિલા મંડળ દ્વારા શનિવારતા. 5ના રોજ બપોરે 1:30થી સાંજે 5 સુધી સ્ટ્રીંગ્સ ગ્રૂપના અનુરાધા અને કિરણના લાઇવ મ્યુઝિક સાથે ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે લેડીઝ ગરબા થશે. સપર્ક: અર્ચનાબેન સોઢા 07795 958 537.
  • નવનતવણિક ભગીની સમાજ દ્વારા શનિવાર તા.  5ના રોજ બપોરે 2 થી 5 દરમિયાન નવનાત સેન્ટર પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇઝ UB3 1AR ખાતે ફેમીલી સ્પેશ્યલ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 3 થી 10 વર્ષની વયના બાળકો માટે નવરાત્રિ આરતી થાળી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદ અને હળવો નાસ્તો પીરસવામાં આવશે. સંપર્ક: કીર્તિદા શાહ 07944 427 890 અથવા ઈલા શાહ 07872 176 934
  • થનગાટ નવરાત્રી ઉત્સવનું આયોજન પ્રિયેશ શાહ એન્ડ ગ્રુપ દ્વારા સતતત્રીજા વર્ષે લેક રીડ એકેડમી, બેનગાર્થ રોડ, નોર્થોલ્ટ UB5 5LQ ખાતે તા. 3થી તા. 12 દરમિયાન રોજ રાત્રે 8થી 11-30 દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં પ્રિયેશ શાહ અને ગૃપ ગરબા રજૂ કરશે.
  • વાઈબ્રન્ટ ગુજરાત સટન દ્વારા ‘રાત્રી બીફોર નવરાત્રી’કાર્યક્રમનું આયોજન સતત પાંચમા વર્ષે શનિવાર, 28 સપ્ટેમ્બરના રોજ સાંજે 7થી 10:30 દરમિયાન બૅનસ્ટેડ કોમ્યુનિટી હૉલ પાર્ક રોડ બૅનસ્ટેડ SM7 3JA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: રવિશ ગાંધી 07827 881 940 અને હિતેશ શર્મા  07872 338 657.
  • સંસ્કૃતિ ગ્રુપઅને સનાતન મંદિર, કુલ્સડન દ્વાર શનિવાર 5-10-2024ના રોજ સાંજે 7થી 11 દરમિયાન વુડ ફીલ્ડ પ્રાયમરી સ્કૂલ, સ્ટેનલી પાર્ક રોડ, કાર્શલ્ટન, SM5 3HW ખાતે નવરાત્રી નાઇટનું આયોજન કરાયું છે. ટિકિટના વેચાણમાંથી થતી આવક મંદિરના લાભમાં જશે. સંપર્ક: આલેખ – 07765 101 633.
  • સનાતન મંદિર, ધામેચા સ્યુટ, ગુર્જર હિન્દુ યુનિયન, ઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજનતા. 3થી તા. 12 સુધી દરરોજ સાંજે 7થી 11 દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: ચંદુલાલ નાયી: 07440 744 098 અને ભરત લુક્કા: 07967 339 790.
  • નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG, (નેટવેસ્ટ બેન્ક પાસે) ભારતના જાણીતા લાઈવ બેન્ડ સાથે તા. 3થી તા. 12 દરમિયાન અને શરદ પૂર્ણિમા પ્રસંગે તા. 17ના રોજ રાત્રે 8થી નવરાત્રિ મહોત્સવનું આયોજનકરવામાં આવ્યું છે. સંપર્ક: ઉમેશભાઈ અમીન 07956 254 274 અને મિનાક્ષી પટેલ 07966 010 645.
  • કલાની સેવાદ્વારા દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન તા. 3થી 12 દરમિયાન ઑકિંગ્ટન મેનોર સ્કૂલના સ્પોર્ટ્સ હોલ HA9 6NF ખાતે રોજ રાત્રે 8થી 11-30 દરમિયાન કરવામાં આવ્યું છે. શરદ પૂનમ તા. 19ના રોજ થશે. ગ્રાન્ડ રેફલ ડ્રો, દાંડિયાનું આયોજન કરાયું છે. તા. 28 સપ્ટેમ્બરના રોજ બપોરે 1થી 5 બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: શીના પોપટ +44 7539 242 083.
  • વિશ્વહિંદુ પરિષદ (VHP) અને નારી શક્તિ ગૃપ દ્વારા ગરબા અને દાંડિયા રાત્રિનું આયોજન શુક્રવાર તા. 4 ઓક્ટોબરના રોજ રાત્રે 8 કલાકે કૂમ્બ વુડ સ્કૂલ, 30 મેલવિલે એવન્યુ, ક્રોયડન, CR2 7HY ખાતે કરવામાં આવ્યું છે.
  • શ્રીલોહાણા મહાજન લેસ્ટર, નીતિબેન મહેશભાઈ ઘીવાલા સેન્ટર, હિલ્ડયાર્ડ રોડ, રોસ વોક, લેસ્ટર LE4 5GG ખાતે  3થી 12 દરમિયાન રોજ સાંજે 30 થી મોડી સુધી નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 16ના રોજ શરદ પૂનમના ગરબા થશે. દ્રષ્ટિ દેસાઈ એન્ડ ગ્રુપ દ્વારા સંગીત રજૂ થશે. સંપર્ક : 0116 266 4642.
  • રેડ ગાર્લેન્ડ ઇવેન્ટ્સ દ્વારા ડીજેનવરાત્રીનું આયોજન તા. 3 થી તા. 12 દરમિયાન રોજ સાંજે 7 થી 11 દરમિયાન કેનોન્સ લેઝર સેન્ટર, મડેઇરા રોડ, મિચમ CR4 4HD ખાતે કરવામાં આવ્યું છે.
  • બ્રાહ્મણસમાજ યુ.કે અને શ્રી વિશ્વકર્મા નવરાત્રી સમિતિ-સાઉથ લંડન દ્વારા સેન્ટ માર્ક્સ એકેડમી, એકેશિયા રોડ, મિચમ CR4 1SF ખાતે તા. 3થી તા. 11 નવરાત્રી મહોત્સવનું અને શુક્રવાર 18ના રોજ શરદ પૂનમનું આયોજન રોજ સાંજે 7:30 મોડે સુધી કરવામાં આવ્યું છે.
  • ગુજરાતીઆર્ય એસોસિએશન લંડન, GAA દ્વારા નવરાત્રિની ભાવનાને આગામી પેઢીમાં જીવંત રાખવાની સાથે સાથે બાળકોને નાચવા અને તહેવારનો આનંદ માણવા માટે GAA કેન્ટન હોલ, જ્હોન બિલામ પ્લેઇંગ ફીલ્ડ્સ, વુડકોક હિલ, કેન્ટન HA3 0PQ ખાતે બાળકોના ગરબા શનિવાર 12 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી યોજાશે. સંપર્ક: પ્રિયા વારા [email protected] અને પ્રીતિ 07939 636 747.
  • શ્રીસત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ J/W ધ એવન્યુ વેમ્બલી HA9 9PE ખાતે તા. 3થી તા. 13 સાંજે30 થી 11 સુધી નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બરોડાનું લાઈવ બેન્ડ સંગીત પીરસશે. ફ્રી કાર પાર્ક છે. તા. 5ના રોજ બાળકો અને વરિષ્ઠ નાગરિકોના ગરબા બપોરે 12 થી 3 વાગ્યા સુધી થશે. સંપર્ક: પ્રફૂલ પટેલ : 07903 509 258 અને હર્ષદ પટેલ: 07749 443 060.
  • કાર્ડિફ સનાતન મંદિર ખાતે તા. 3થી 11 રોજ રાત્રે 8 થી 11 વાગ્યા સુધી નવરાત્રિ ઉત્જસવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 12ના રોજ દશેરા અને તા. 17ના રોજ શરદ પૂર્ણિમાના ગરબા થશે. સંપર્ક: વિમલાબેન પટેલ +44 7979 155320.
  • નાગરેચાચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હરીબેન બચુભાઈ નાગ્રેચા હોલ, 202 લેટન રોડ, E15 1DY ખાતે તા. 3થી 11ના રોજ રાતના 8થી મોડે સુધી નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રોકી, ધરતી અને બેન્ડ સંગીત રજૂ કરશે. સંપર્ક: ઉમીબેન રાડિયા – 07760 388911 અને હસુભાઈ નાગ્રેચા – 07946 565 888.
  • શ્રીસોરઠિયા વણિક એસોસિએશન (યુકે) અને મા કૃપા ફાઉન્ડેશન દ્વારા તા. 4, 5, 6, અને 11 ના રોજ સાંજે 7:30 થી 11 સુધી કેનન્સ હાઇ સ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે નવરાત્રી મહોત્સનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 12મીએ  દશેરા અને અષ્ટમીની ઉજવણી કરાશે તથા 19 ઓક્ટોબરના રોજ સાંજે ડીનર સાથે ઉજવણી કરાશે. સંપર્ક: જયંતિભાઈ ખગરામ: 0208 907 0028 અને સુધા માંડવિયા: 07956 815 101.
  • SSPC (યુકે) હાઉન્સલો દ્વારા તા.  3થી તા. 11 દરમિયાન રોજ સાંજે 7.30 થી 10.30 નવરાત્રી 2024 ઉત્સવનું આયોજન ક્રેનફોર્ડ કોમ્યુનિટી કોલેજ, ક્રેનફોર્ડ, TW5 9PD ખાતે કરવામાં આવ્યું છે. આરકેબી એન્ટરટેઈનમેન્ટ દ્વારા સંગીત રજૂ થશે. તા. 3 અને 8મી ઓક્ટોબરે દિનાઝ ડાન્સ એકેડમીના દીના કુકડિયા નવા ગરબા સ્ટેપ્સ શીખવશે. બાળકોના ગરબા તા. 5ના રોજ થશે.  સંપર્ક: ભાવિનીબેન ચંદેગ્રા 07903 835 467

LEAVE A REPLY