ન્યૂયોર્કના મેલવિલે ખાતે BAPS મંદિર પર હુમલાના માત્ર દસ દિવસ કરતાં ઓછા સમયમાં કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો સિટીમાં 25 સપ્ટેમ્બરની રાત્રે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંદુ વિરોધી ચિત્રણ કરીને મંદિર પર હુમલો કરાયો હતો. મંદિરની દિવાલો પર “હિંદુઓ પાછા જાઓ” જેવા ધમકીભર્યા શબ્દો લખવામાં આવ્યા હતાં અને પાણીની પાઇપલાઇનને નુકસાન કરાયું હતું. મંદિર પરના આ હુમલા અંગે સ્થાનિક હિંદુ સમુદાયે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આવી અસહિષ્ણુતાના જવાબમાં હિન્દુ સમુદાયના નેતાઓએ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવા તથા નફરત સામે એકજૂથ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
BAPSની સત્તાવાર X પોસ્ટ પર જણાવાયું હતું કે ન્યુયોર્કમાં BAPS મંદિરને અપવિત્ર કર્યાના 10 દિવસથી ઓછા સમય પછી સેક્રેમેન્ટો, CA વિસ્તારમાં અમારા મંદિરને ગઈકાલે રાત્રે શિકાર બનાવવામાં આવ્યું હતું અને દિવાલો પર હિંદુઓ પાછા જાઓ જેવા હિન્દુઓને નફરત કરતાં સૂત્રો લખવામાં આવ્યાં હતાં. અમે શાંતિ માટે પ્રાર્થના સાથે નફરત સામે એકજૂથ છીએ.
દ્વેષપૂર્ણ સૂત્રો અને પાણી પુરવઠામાં કાપ સાથેની આ ઘટના સામે હિંદુ સમુદાયે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘હેટ ક્રાઇમ’ની તપાસ હાલમાં ચાલી રહી છે, જેમાં સત્તાવાળાઓ સાથે BAPS સહયોગ કરી રહ્યું છે, જેથી કરીને જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવામાં આવે છે.
આ મુશ્કેલીજનક ઘટનાને પગલે સમુદાયના સભ્યોએ પ્રાર્થના કરી હતી હતી અને પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજના શાંતિ અને એકતાના ઉપદેશોથી યાદ કર્યા હતાં. આ પ્રાર્થનામાં કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી મેમ્બર સ્ટેફની ન્ગ્યુએન, એલ્ક ગ્રોવના મેયર બોબી સિંઘ-એલન, રેન્ચો કોર્ડોવાના વાઇસ મેયર સિરી પુલિપતિ અને પોલીસ ચીફ મેથ્યુ ટામાયો સહિતના લોકો જોડાયા હતાં અને હિન્દુ સમુદાય અને તેમની શ્રદ્ધ પ્રત્યે સમર્થન અને આદર વ્યક્ત કર્યો હતો.
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં CA06 અને સાક્રમેન્ટો કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતાં અમીર બેરાએ એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે સાક્રમેન્ટો કાઉન્ટિમાં ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી. હું અમારા સમુદાયમાં તોડફોડના આ દેખીતા કૃત્યની સખત નિંદા કરું છું. આપણે બધાએ અસહિષ્ણુતા સામે ઊભા રહેવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા સમુદાયમાં દરેક વ્યક્તિ, શ્રદ્ધાને અનુલક્ષીને, સુરક્ષા અને આદરની ભાવના અનુભવે. સ