(ANI Photo)

ઝારખંડમાં બેફામ ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવા બદલ જેએમએમ-કોંગ્રેસની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર પર આકરા પ્રહારો કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે જો રાજ્યમાં ઘૂસણખોરીને ડામવામાં નહીં તો આગામી 25થી 30 વર્ષોમાં રાજ્યમાં ઘૂસણખોરોની વસ્તી બહુમતીમાં આવી જશે. રાજ્યમાં ભાજપની સરકાર રચાશે તો ઘુસણખોરોને રાજ્યની બહાર તગેડી મૂકવામાં આવશે.

ઘૂસણખોરોને રાજ્યની બહાર કાઢી મૂકવાનો વચન આપતાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ઘૂસણખોરો આદિવાસી સંસ્કૃતિ અને ઓળખને નષ્ટ કરી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતી સાથે રાજ્યમાં સરકાર બનાવશે.

અમિત શાહે જણાવ્યું હતું કે જો ઘૂસણખોરીને રોકવામાં નહીં આવે, તો આવતા 25-30 વર્ષોમાં ઝારખંડમાં ઘૂસણખોરી બહુમતીની બની જશે. રાજ્યમાં ઘૂસણખોરો માટે કોઈ સ્થાન નથી. તેઓ આપણી દીકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે, જમીન હડપ કરી રહ્યા છે અને સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને વારસાને નષ્ટ કરી રહ્યા છે.. અમે દરેક ઘૂસણખોરને બહાર કાઢી મૂકીશું.. કમળને અહીં ખીલવા દો.

આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની પરિવર્તન યાત્રા દરમિયાન બીજી રેલીને સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે જેએમએમની આગેવાની હેઠળની સરકારે રાજ્યમાં આદિવાસીઓ, દલિત, મહિલાઓ અને અન્ય લોકો સાથે અન્યાય કર્યો છે. તે વિરોધાભાસી છે કે ઝારખંડ જેવું સમૃદ્ધ રાજ્ય, જે દેશની તિજોરી ભરવાની ક્ષમતા ધરાવે છે, તેના યુવાનોની સામૂહિક હિજરત કરી રહ્યાં છે.

LEAVE A REPLY