ગુજરાતમાં એક પછી બીજી સેમિકન્ડક્ટર કંપનીઓ પ્લાન્ટ સ્થાપી રહી છે ત્યારે કોંગ્રેસ શાસિત કર્ણાટકના આઇટી પ્રધાન પ્રિયાંક ખડગેએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે સેમિકન્ડક્ટર કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે મજબૂર કરવામાં આવી રહી છે.

નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સ્પષ્ટ પ્રહાર કરતાં આક્ષેપ કર્યો હતો કે ટોચના હોદ્દા પર બેઠેલા લોકો વડા પ્રધાનને બદલે મુખ્ય પ્રધાનની ભૂમિકા ભજવે ત્યારે કર્ણાટક જેવા રાજ્યોને નુકસાન થાય છે. તમામ રાજ્યોને સમાન તક મળતી નથી. કર્ણાટક અને તમિલનાડુ યોગ્ય પ્લેટફોર્મ છે. અમારી પાસે ખૂબ જ મજબૂત ઇકોસિસ્ટમ છે, પરંતુ કમનસીબે તેમાંથી કોઈ પણ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અમારા રાજ્યમાં આવી રહ્યાં નથી. મને લાગે છે કે કંપનીઓને ગુજરાતમાં જવા માટે દબાણ કરવામાં આવે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments