વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ન્યુયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધન કર્યું હતું. . (ANI Photo)

ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ બોસ્ટન અને લોસ એન્જલસમાં બે નવા કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરી હતી. આ બે મોટા અમેરિકન શહેરોમાં ઝડપથી વિકસતા ભારતીય અમેરિકન સમુદાય લાંબા સમયથી આની માગણી કરી રહ્યો હતો. બોસ્ટનને યુ.એસ.ની શિક્ષણ અને ફાર્મા રાજધાની તરીકે ગણવામાં આવે છે, જ્યારે હોલીવુડનું ઘર ગણાતા લોસ એન્જલસમાં આગામી સમર ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. ભારતમાં યુએસના વર્તમાન રાજદૂત એરિક ગારસેટી આ શહેરના ભૂતપૂર્વ મેયર છે.

LEAVE A REPLY