વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમની ત્રણ દિવસની યુએસ મુલાકાત દરમિયાન યુએસ પ્રમુખ જો બાઇડનને 'દિલ્હી-ડેલવેર' સિલ્વર ટ્રેનનું મોડેલ ભેટમાં આપ્યું હતું. (ANI ફોટો) (ANI Photo)

વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને હાથથી કોતરેલું ટ્રેનનું મોડલ તથા અમેરિકાની ફર્સ્ટ લેડીને કાશ્મીરની પ્રખ્યાત પશ્મિના શાલ ભેટમાં આપી હતી. આ સિલ્વર ટ્રેન મોડલની ખાસ બાબત એ છે કે તેને મહારાષ્ટ્રના કારીગરોએ તૈયાર કર્યું છે. ટ્રેન બનાવવામાં 92.5 ટકા ચાંદીનો ઉપયોગ કરાયો હતો. આ મોડલ પરંપરાગત ટેક્નોલોજીનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યું છે. આ ટ્રેનના મોડલ પર ‘DELHI-DELAWARE’ પણ લખેલું હતું, જે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત કનેક્શનનો સંકેત આપે છે. એન્જિન પર ઇન્ડિયન રેલવે પણ હિન્દી અને અંગ્રેજીમાં લખેલી છે.

મોદીએ ફર્સ્ટ લેડી જીલ બાઇડન માટે ભેટ તરીકે પેપિયર માચે બોક્સમાં પશ્મિના શાલ પસંદ કરી હતી. પશ્મિના શાલને જમ્મુ અને કાશ્મીરના હસ્તકલાનો સમૃદ્ધ અને ઉત્તમ વારસો માનવામાં આવે છે.પશ્મિના શાલ પરંપરાગત રીતે પેપિયર માચે બોક્સમાં પેક કરવામાં આવે છે, જે તેની ઉત્કૃષ્ટ સુંદરતા અને કારીગરી માટે પ્રખ્યાત છે. આ બોક્સ કાગળના પલ્પ, ગુંદર અને અન્ય કુદરતી સામગ્રીના મિશ્રણનો ઉપયોગ કરીને હાથથી બનાવવામાં આવે છે.

LEAVE A REPLY