પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ટ ફોર્સ (FATF)એ તેના અહેવાલમાં ભારતને મની લોન્ડરિંગ તપાસ અને કાર્યવાહીના સંદર્ભમાં મધ્યમસરના અસરકારક દેશ તરીકે રેટિંગ આપ્યું હતું.

ભારતમાં મની લોન્ડરિંગના આરોપીઓને દોષિતો ઠેરવવામાં ઘણા બંધારણીય પડકારો છે. ભારતની કોર્ટમાં જંગી કેસોનો ભરાવો છે અને તેનાથી ઘણા કેસો વર્ષો સુધી પેન્ડિંગ રહે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ છેલ્લા પાંચ વર્ષમાં શંકાસ્પદ નાણાકીય ગુનેગારોની $10.4 બિલિયનની સંપત્તિ જપ્ત કરી છે, પરંતુ દોષિત ઠર્યા બાદ જપ્ત કરવામાં આવેલી રકમ $5 મિલિયન કરતાં ઓછી છે.

ભારત આ મુદ્દાઓના ઉકેલ પર ધ્યાન આપવું પડશે. ઘણા આરોપીઓ સામેનો કેસો હજુ પેન્ડિંગ છે. રીપોર્ટમાં ભારતની પ્રશંસા કરતાં જણાવાયું છે કે ભારતે અસરકારક એન્ટી મની લોન્ડરિંગ (AML) અને કોમ્બેટિંગ ફાઇનાન્સિંગ ઓફ ટેરર ​​(CFT) સિસ્ટમ લાગુ કરી છે. જોકે મની લોન્ડરિંગ અને ટેરર ​​ફાઇનાન્સિંગના કેસોની કાર્યવાહીમાં મુખ્ય સુધારાઓ માટે હાકલ કરી છે.

LEAVE A REPLY