ઇન્ટરનેશનલ એમી એવોર્ડઝ 2024 માટે ભારતમાંથી અનિલ કપૂર અભિનિત ફિલ્મ ‘ધ નાઇટ મેનેજર’ નોમિનેટ થઇ છે. આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને શોભિતા ધુલીપાલા જેમાં મુખ્ય ભૂમિકામાં હતા એવી સિરીઝનું ભારતીય વર્ઝન ‘ધ નાઇટ મેનેજર’ને ડ્રામા સિરીઝ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ગુરુવારે ન્યૂયોર્કમાં થયેલી નોમિનીઝની જાહેરાત મુજબ 14 કેટેગરીમાં ભારતની આ એક માત્ર એન્ટ્રી છે. આ સિરીઝના દિગ્દર્શક સંદીપ મોદી હતા.

એમી એવોર્ડ્ઝમાં આ સિરિઝને ફ્રેન્ચ શો ‘લેસ ગુટોઝ ડે ડ્યુઝ (ડ્રોપ્સ ઓફ ગોડ)’, ઓસ્ટ્રેલિયાની ‘ધ ન્યુઝરીડર – સીઝન 2’ અને આર્જેન્ટિનાની સિરીઝ ‘અલ એપ્સિઆ અરેપેન્ટિડો સીઝન 2’ સાથે સ્પર્ધા થશે. આ સિરીઝમાં શેલી રુંગટા નામના બિઝનેસમેન અને આર્મ ડીલરનું પાત્ર ભજવતા અનિલ કપૂરે પોતાની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, “મને હમણાં જ જાણ થઇ હતી કે, ‘ધ નાઇટ મેનેજર’નું ઇન્ડિયન વર્ઝન ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. મને યાદ છે, મને જ્યારે આ ઓફર મળી, ત્યારે હું મુંઝવણમાં હતો. તેણે મને એક જટિલ પાત્ર ભજવવાની તક આપી, ઉપરાંત હ્યુ લોરી દ્વારા ભજવાયેલા પાત્રને નવી રીતે અને છતાં ઓથેન્ટિક લાગે તે રીતે ભજવવાની જવાબદારી પણ હતી. અમારી સિરીઝને દુનિયાભરના દર્શકો તરફથી મળેલા પ્રેમ ઉપરાંત એમી દ્વારા નોંધ લેવાઈ તે અમને યાદ અપાવે છે કે સખત મહેનતનું ફળ મળે જ છે. ભવિષ્ય માટે હું અતિ ઉત્સુક અને વધારે કામ માટે ભુખ્યો છું.” 25 નવેમ્બરે ન્યૂયોર્કમાં એમી એવોર્ડઝ્ સમારંભ યોજશે અને ભારતના જાણીતા યુવા અભિનેકા વીર દાસ તેનું સંચાલન કરશે.

LEAVE A REPLY