પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગ્રીસમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ભારતીય રોકાણકારો દ્વારા મિલકતની ખરીદીમાં 37 ટકાનો જંગી વધારો જોવા મળ્યો હતો. ગ્રીસે તેના ગોલ્ડન વિઝા પ્રોગ્રામ હેઠળ પહેલી સપ્ટેમ્બરથી નિયમોમાં ફેરફાર કર્યો હતો. આ પહેલા ભારતીયોએ કાયમી રેસિડેન્સી મેળવવા માટે ધસારો કર્યો હતો.

2013માં શરૂ થયેલ, ગ્રીસનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ હેઠળ પ્રોપર્ટી રોકાણના બદલામાં રેસિડેન્સી પરમિટ મળે છે, જે  બિન-EU નાગરિકો માટે આકર્ષક વિકલ્પ છે. તેની પ્રારંભિક €250,000 (રૂ. 2.2 કરોડ) રોકાણની મર્યાદા યુરોપના સૌથી નીચી હતી. તેનાથી પ્રોપર્ટીમાં જંગી રોકાણ થયું હતું અને ગ્રીસના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી હતી.

જોકે માંગમાં વધારો થવાથી મિલકતના ભાવમાં વધારો થયો છે, ખાસ કરીને એથેન્સ, થેસ્સાલોનિકી, માયકોનોસ અને સેન્ટોરિની જેવા વિસ્તારોમાં માગમાં અનેક ગણો વધારો થયો હતો. ભાવને અંકુશમાં રાખવા માટે ગ્રીક સરકારે આ પ્રદેશોમાં મિલકતો માટે રોકાણની મર્યાદા વધારીને €800,000 (અંદાજે ₹7 કરોડ) કરી છે, જે સપ્ટેમ્બર 1 2024થી લાગુ થઈ છે. ગ્રીસમાં પ્રોપર્ટીના ભાડામાં પણ 3થી 5 ટકાનો ફાયદો થાય છે, જેથી આ રોકાણ નાણાકીય રીતે પણ ફાયદાકારક છે.

LEAVE A REPLY