સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સર્વિસનું લોકાર્પણ કર્યું હતું અને આ ટ્રેનમાં મુસાફરી કરીને લોકો સાથે વાતચીત કરી હતી. (PTI Photo)

સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સર્વિસનું લોકાર્પણ કર્યું હતું અને આ ટ્રેનમાં મુસાફરી કરીને લોકો સાથે વાતચીત કરી હતી.

આ મેટ્રો રેલ સર્વિસથી બંને શહેરો વચ્ચેની ટ્રાન્સપોર્ટેશન સર્વિસમાં મોટો સુધારો થશે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાલુ કરાયો છે. તેનાથી મેટ્રો ટ્રેન સર્વિસ હેઠળ GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા, ઇન્ફોસિટી અને સેક્ટર-1 સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ થયું છે. આ પ્રસંગે મોદી ગાંધીનગરના સેક્ટર-1 (ચ-2) મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં યાત્રા કરી હતી. રસ્તામાં, રાયસણ મેટ્રો સ્ટેશન પર રોકાઈ નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો.

 

(PTI Photo)

LEAVE A REPLY