ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. આ ટ્રસ્ટ રાજ્યમાં વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરે છે.

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. આ ટ્રસ્ટ રાજ્યમાં વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરે છે. બેઠકમાં યાત્રાળુઓનો અનુભવને વધુ ઉમદા બનાવવાની વિવિધ માર્ગોની ચર્ચાવિચારણા કરાઈ હતી. આ બેઠકમાં વિષાદ પદ્મનાભ મફતલાલને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરાયાં હતાં

રવિવારે રાત્રે રાજભવન ખાતે બેઠક યોજાઈ હતી અને વડા પ્રધાને ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં ગુજરાતના ભૂતપૂર્વ અમલદાર પીકે લહેરી અને ઉદ્યોગપતિ હર્ષવર્ધન નિયોટિયા પણ હાજર હતા, જેઓ બંને ટ્રસ્ટી છે. અન્ય ત્રણ ટ્રસ્ટીઓમાં બીજેપી નેતા એલ.કે. અડવાણી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાત સ્થિત વિદ્વાન જેડી પરમાર સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અગાઉની પ્રતિબદ્ધતાઓને કારણે હાજરી આપી શક્યા ન હતા,

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધન બાદ જાન્યુઆરી 2021માં મોદીને ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયાં હતા.

સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત 15 સપ્ટેમ્બરની સાંજે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં. બે દિવસની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદથી ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન સર્વિસ તેમજ ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST 2024)નું ઉદ્ઘાટન કરશે.
15 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન અમદાવાદ નજીક વડસર એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 16 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST 2024)ની 4થી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. બાદમાં બપોરે વડાપ્રધાન મોદી અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે. તેઓ મેટ્રો રેલ સેવાઓ શરૂ થયા બાદ તે રૂટ પર પણ મુસાફરી કરશે. સાંજે વડાપ્રધાન રૂ.9,000 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
RE-Invest 2024 વિશે બોલતા પ્રધાને જણાવ્યું હતું કે દિલ્હીની બહાર પ્રથમ વાર ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ મેગા કોન્ફરન્સમાં તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો અને ઉર્જા પ્રધાનો હાજરી આપે તેવી અપેક્ષા છે. ડેનમાર્ક અને જર્મની સહિત વિવિધ દેશોના ઉર્જા પ્રધાનો પણ ભાગ લેવાના છે. એક સત્તાવાર રીલીઝમાં જણાવાયું છે કે RE-Invest 2024ની 4થી આવૃત્તિ, જે 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, તેમાં લગભગ 40 સત્રો હશે. આ સેશનમાં ચીફ મિનિસ્ટીરિયલ પ્લેનરી, સીઇઓ રાઉન્ડટેબલ અને ટેકનિકલ સેશનનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેમની બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન દેશની પ્રથમ ‘વંદે મેટ્રો’ સર્વિસને ફ્લેગ ઓફ કરશે. અમદાવાદ-ભુજ વંદે મેટ્રો સંપૂર્ણપણ અનરિઝર્વ્ડ એર-કન્ડિશન્ડ ટ્રેન છે જેના માટે મુસાફરો તેના પ્રસ્થાનના થોડા સમય પહેલા કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકશે. વેસ્ટર્ન રેલવેએ આ સપ્તાહની શરૂઆતમાં સેવાની ટ્રાયલ હાથ ધરી હતી.
વેસ્ટર્ન રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદ-ભુજ વંદે મેટ્રો સર્વિસ નવ સ્ટેશનો પર થોભશે અને 110 કિલોમીટર પ્રતિ કલાકની ટોચની ઝડપે 5 કલાક અને 45 મિનિટમાં 360 કિલોમીટરનું અંતર કાપશે.તે ભુજથી સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ જંકશન પહોંચશે. ‘વંદે મેટ્રો’ કોન્સેપ્ટ સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત સર્વિસની પર આધારિત સંપૂર્ણ એર-કન્ડિશન્ડ કોચ અને ‘કવચ’ એન્ટિ-કોલિઝન સિસ્ટમ તેમજ અન્ય અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે.

LEAVE A REPLY