બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે (ANI Photo)

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના સસરા અને ભારતના જાણીતા ટેક્સટાઇલ્સ ઉદ્યોગપતિ હરીશ આહુજાએ તાજેતરમાં લંડનના નોટિંગ હિલ વિસ્તારમાં 21 મિલિયન પાઉન્ડ ($27 મિલિયન)માં એક લક્ઝરી ઘર ખરીદ્યું છે.

યુકેમાં લક્ઝરી હોમના વેચાણમાં તીવ્ર નરમાઈ વચ્ચે ચાલુ વર્ષે સૌથી મોટી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડીલમાં તેનો સમાવેશ થાય છે. હરીશ આહુજા શાહી એક્સપોર્ટ નામની કંપનીના માલિક અને મેનેજિંગ ડાયરેક્ટર છે અને તેમણે જુલાઇમાં આશરે 20,000 ચોરસફુટની આઠ માળની ઇમારત કરી હતી, એમ યુકેમાં એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવાયું હતું.

રિનોવેશન પછી તેમના પછી તેમના પુત્ર આનંદ આહૂજા અને પુત્રવધુ સોનમ કપુર આ વિશાળ બિલ્ડિંગના એક ભાગનો ઘર તરીકે ઉપયોગ કરે તેવી શક્યતા છે. આ પ્રોપર્ટી કેન્સિંગ્ટન ગાર્ડન્સથી સાવ નજીક છે અને તે અગાઉ યુકે-રજિસ્ટર્ડ ચેરિટી અને ધાર્મિક ઓર્ડરની માલિકીની હતી.

LEAVE A REPLY