વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડોડામાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જાહેર સભા કરી હતી. (ANI Photo)

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં આગામી સમયગાળામાં યોજાઇ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારના શ્રીગણેશ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોડાની ચૂંટણીસભામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્મીરમાં ત્રાસવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષોમાં, જમ્મુ-કાશ્મીરમાં જે પરિવર્તન જોવા મળ્યું છે તે સ્વપ્ન સાકાર થવાથી ઓછું નથી. જે ​​પથ્થર પોલીસ અને આર્મી પર ફેંકવામાં આવતા હતા તે હવે નવા જમ્મુ અને કાશ્મીરના નિર્માણ માટે ઉપયોગમાં લેવાય છે.

5 ઓક્ટોબરે હરિયાણામાં ચૂંટણી પહેલા ઐતિહાસિક શહેર કુરુક્ષેત્રમાં પ્રથમ ચૂંટણીસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની ગેરંટી છે કે જ્યાં સુધી તેઓ જીવતા રહેશે ત્યાં સુધી દલિતો, ઓબીસી અને આદિવાસીઓ માટે અનામત ચાલુ રહેશે. બીજી તરફ કોંગ્રેસનો પરિવાર સતત દલિતો, ઓબીસી અને આદિવાસીઓનો અનાદર કરે છે. નેહરુએ પણ અનામતનો વિરોધ કર્યો હતો.

જમ્મુના ડોડામાં ચૂંટણીસભામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણી એ જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે સમર્પિત યુવા નેતૃત્વ અને ત્રણ વંશવાદી પરિવારો વચ્ચેનો મુકાબલો છે. આ ત્રણેય પરિવારોએ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન” આપીને અને લોકોને તેમના અધિકારોથી વંચિત રાખીને સમગ્ર પ્રદેશનો બદબાદ કર્યો છે. મોદીએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના તેમની સરકારના વચનનો પુનરુચ્ચાર પણ કર્યો હતો.

નેશનલ કોન્ફરન્સ (એનસી), કોંગ્રેસ અને પીડીપીને સત્તામાં પાછા લાવવા સામે લોકોને સતર્ક કરતાં મોદીએ જણાવ્યું હતું કે આ પક્ષોની નીતિઓએ આતંકવાદ માટે મેદાન તૈયાર કર્યું હતું. યુવા નેતૃત્વને દબાવી દીધું છે અને જમ્મુ કાશ્મીરને ખોખલું કરી દીધું છે. તમે જે રાજકીય પક્ષો પર વિશ્વાસ કર્યો હતો તેને ક્યારેય તમારા બાળકોની કાળજી લીધી નથી. તેઓએ ફક્ત તેમના બાળકોની કાળજી રાખી છે અને પ્રોજેક્ટ કર્યા છે તથા નવા નેતૃત્વને વધવા દીધું નથી.

 

 

 

 

LEAVE A REPLY