(istockphoto.com)

ઊંચા વ્યાજદરમાં ઘટાડો કરવાના જોરદાર દબાણ વચ્ચે પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્ક ગુરુવાર, 12 સપ્ટેમ્બરે તેના પોલિસી રેટ 19.5 ટકાથી બે ટકા ઘટાડીને 17.5 ટકા કર્યા હતાં. જોકે 17.5 જેટલા ઊંચા વ્યાજદર અતિગરીબ દેશોમાં પણ હોતા નથી. પાકિસ્તાનો આર્થિક વૃદ્ધિદર હાલમાં માત્ર 3.5 ટકા છે.

સ્ટેટ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી (MPC)એ ફુગાવાના આઉટલૂક સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનમાં ઓગસ્ટમાં ફુગાવો 9.6 ટકા હતો.પાકિસ્તાનના બિઝનેસ નેતાઓએ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજદરમાં 5 ટકાનો ઘટાડો કરવાની માગણી કરી હતી.MPCએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો અને SBPનું વિદેશી અનામત 6 સપ્ટેમ્બરે USD 9.5 બિલિયન હતું.

FY24ના સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન સેન્ટ્રલ બેન્કે વ્યાજદરને 22 ટકાના ઊંચા સ્તરે રાખ્યાં હતાં. તાજેતરના મહિનાઓમાં બે તબક્કામાં વ્યાજદરોમાં 2.5 ટકાનો ઘટાડો કર્યો હતો. તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી સાત બિલિયન ડોલરની લોન મેળવનાર સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે IMF પાસે ફરી ભીખ ન માંગવી પડે તેવા તે પ્રયાસો કરશે.

LEAVE A REPLY