REUTERS/David Ryder

ઉત્પાદનમાં વિલંબ અને ઊંચા દેવાની સમસ્યાનો વધારો કરી રહેલી અમેરિકાની મલ્ટિનેશનલ એરોસ્પેસ કંપની બોઇંગની વેસ્ટ કોસ્ટ ફેક્ટરીના કામદારો શુક્રવાર, 13 સપ્ટેમ્બરથી વહેલી સવારથી વેતન પેકેજના મુદ્દે હડતાલ ચાલુ કરી હતી. ફેક્ટરીના 96 ટકા કામદારોએ હડતાલની તરફેણમાં મતદાન કરતાં સૌથી વધુ વેચાતા વિમાનનું ઉત્પાદન અટકી પડ્યું હતું. બે જીવલેણ અકસ્માતો સહિત શ્રેણીબદ્ધ સુરક્ષા મુદ્દાઓ પછી કંપની તેની છબીમાં સુધારો કરવા માટે પણ સંઘર્ષ કરી છે ત્યારે કામદારો આક્રમક બન્યાં છે.

સિએટલ અને પોર્ટલેન્ડમાં 30,000થી વધુ કામદારોએ શુક્રવારે મધ્યરાત્રિથી કામ બંધ કર્યું હતું. 2008 પછી કંપનીમાં કામદારોની પ્રથમ હડતાલ છે અને તે નવા સીઇઓ કેલી ઓર્ટબર્ગ માટે એક મોટો પડકાર છે.
ઇન્ટરનેશનલ એસોસિયેશન ઑફ મશિનિસ્ટ્સ એન્ડ એરોસ્પેસ વર્કર્સ (IAM)ના આશરે 30,000 કર્મચારીઓએ કંપનીએ ઓફર કરેલા વેતન પેકેજને ફગાવી દીધું હતી. આ કર્મચારીઓ સિએટલ અને પોર્ટલેન્ડમાં બોઇંગના 737 MAX અને અન્ય જેટનું ઉત્પાદન કરે છે.

બોઇંગના સૌથી મોટા યુનિયન વતી વાટાઘાટોનું નેતૃત્વ કરનાર જોન હોલ્ડને જણાવ્યું હતું કે આ સન્માન વિશે છે, આ ભૂતકાળની સમસ્યાના ઉકેલ વિશે છે અને આ આપણા ભવિષ્ય માટે લડવા વિશે છે. અમે મધ્યરાત્રિએ હડતાલ કરીએ છીએ. હોલમાં યુનિયન સભ્યોએ આ જાહેરાતને વધારી લઇને “હડતાલ! હડતાલ! હડતાલ!”નો સૂત્રોચ્ચાર કર્યો હતો. કંપની વેતનમાં 25 ટકા વધારો, 3,000ના સાઇનિંગ બોનસ અને સિએટલમાં નવા કોમર્શિયલ જેટના ઉત્પાદનની પ્રતિબદ્ધતા આપી હતી.જોકે યુનિયને શરૂઆતમાં 40% પગાર વધારા સહિત કામદારોના પેકેજમાં સંખ્યાબંધ સુધારાઓની માગણી કરી હતી.

ટીડી કોવેનની પ્રી-વોટ નોટ અનુસાર 50-દિવસની હડતાળથી બોઇંગને અંદાજે $3 બિલિયનથી $3.5 બિલિયન રોકડ પ્રવાહનું નુકસાન થઈ શકે છે. 2008માં બોઇંગના કામદારોની છેલ્લી હડતાલના કારણે પ્લાન્ટ 52 દિવસ સુધી બંધ રહ્યા હતાં અને આવકમાં દરરોજ અંદાજિત $100નો ઘટાડો થયો હતો.

LEAVE A REPLY